Western Times News

Gujarati News

છત્તીસગઢની જનતા માટે ખુશખબરી, સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો

Files Photo

રાયપુર, છત્તીસગઢ સરકારે સોમવારે જનતાને પેટ્રોલ-ડીઝલને લઈને ખુશ ખબરી આપી છે. રાજ્યની જનતાને રાહત આપતા મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પેટ્રોલ-ડીઝલ પર લાગનાર વેટને ઓછો કરવાનુ એલાન કર્યુ છે.

ડીઝલ પર છત્તીસગઢ સરકારે ૨ ટકા અને પેટ્રોલ પર એક ટકાનો ઘટાડો કર્યો છે. આ જાણકારી છત્તીસગઢ સીએમઓએ ટ્‌વીટ કરીને આપી. પેટ્રોલ-ડીઝલ પર વેટમાં ઘટાડા બાદ ભૂપેશ બઘેલ સરકારને લગભગ હજાર કરોડનુ નુકસાન થશે.

વેટમાં ઘટાડાની જાણકારી આપતા છત્તીસગઢ સીએમઓએ ટ્‌વીટ કર્યુ, મુખ્યમંત્રી શ્રી ભૂપેશ બઘેલ દ્વારા છત્તીસગઢની જનતાને મોટી રાહત આપતા કેબિનેટમાં લેવામાં આવેલા મહત્વપૂર્ણ ર્નિણય. પેટ્રોલ-ડીઝલના ભાવમાં કરવામાં આવેલો મોટો ઘટાડો. ડીઝલમાં વેટ પર ૨ ટકાનો ઘટાડો. આ સિવાય પેટ્રોલમાં વેટ પર એક ટકાનો ઘટાડો કરવામાં આવ્યો. રાજ્ય સરકાર લગભગ એક હજાર કરોડ રુપિયાની ખોટ ભોગવશે.

દિવાળીના અવસરે કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવોને ઓછા કરવા માટે એક્સાઈઝ ડ્યુટીમાં પાંચ રુપિયા અને દસ રુપિયાના ઘટાડાનુ એલાન કર્યુ હતુ. જે બાદથી અત્યાર સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી.

કેન્દ્રના ર્નિણય બાદ એનડીએ શાસિત રાજ્ય સરકારોએ પણ તેલના ભાવમાં ઘટાડો કર્યો હતો. જે બાદ પ્રશ્ન ઉભા થવા લાગ્યા હતા કે આખરે કોંગ્રેસ શાસિત રાજ્ય સરકાર પેટ્રોલ-ડીઝલ પર વેટ ક્યારે ઘટાડશે? બાદમાં પંજાબ, રાજસ્થાન સરકારે પેટ્રોલ-ડીઝલ પર લાગનાર વેટમાં ઘટાડો કરી દેવાયો હતો.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં લાંબા સમયથી કોઈ પરિવર્તન થયુ નથી. એક સમયે સતત વધતા પેટ્રોલ-ડીઝલના ભાવ પર દિવાળી બાદથી બ્રેક લાગી ગયો છે. રાજસ્થાન અને દિલ્હીમાં એક લિટર પેટ્રોલ ૧૦૩.૯૭ રુપિયા અને ડીઝલ ૮૬.૬૭ રુપિયામાં વેચાઈ રહ્યુ છે. મુંબઈમાં ૧૦૯.૯૮ રુપિયામાં પેટ્રોલ અને ૯૪.૧૪ રુપિયામાં ડીઝલનુ વેચાણ થઈ રહ્યુ છે. આ સિવાય કલકત્તામાં ૧૦૪.૬૭ રુપિયામાં પેટ્રોલ ૮૯.૭૯ રુપિયા અને ચેન્નઈમાં ૧૦૧.૪૦ રુપિયામાં પેટ્રોલ ૯૧.૪૩ રુપિયામાં ડીઝલ વેચાઈ રહ્યુ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.