Western Times News

Gujarati News

ગુજરાત ATSએ જામનગરથી ૧૦ કરોડનું વધુ ર કિલો હેરોઈન જપ્ત કર્યુ

(પ્રતિનિધિ) અમદાવાદ, એટીએસ દ્વારા નોંધવામાં આવેલા એનડીપીએસના ગુનામાં વધુ ૧૦ કરોડનો હેરોઈનનો જથ્થો જામનગર ખાતેથી મળી આવ્યો છે. એટીએસ એ ચાર શખ્શોની રવિવારે ધરપકડ કરી હતી જેમની પુછપરછમાં કેટલોક નશીલો પદાર્થ જામનગર ખાતે છુપાવી રાખ્યો હોવાની માહીતી મળી હતી.

ગુજરાત એટીએસ એ બે દિવસ અગાઉ ૬૦૦ કરોડ હેરોઈનના કેસમાં ચાર શખ્શોની ધરપકડ કરી હતી જેમની કડક પુછપરછ કરતાં તેમની અગાઉ પકડાયેલા આરોપી રહીમ ઉર્ફે હાજી અકબર નોડે (જાેડીયા, જામનગર) એ પાકિસ્તાનથી મેળવેલા હેરોઈનના જથ્થામાંથી કેટલોક જથ્થો પોતાની પાસે સંતાડી રાખ્યો હોવાનું કબુલ્યું હતું.

જેથી એટીએસની ટીમે લોકલ પોલીસને સાથે રાખી રહીમને પણ લઈ જઈ બેડી રોડ, જામનગર ખાતે છુપાવી રાખેલો વધુ ર કિલો હેરોઈનનો જથ્થો શોધી નાખ્યો હતો. આ હેરોઈનની કિંમત ૧૦ કરોડ રૂપિયાની છે. ગુજરાત એટીએસ દ્વારા પકડાયેલા આરોપીઓની સઘન પુછપરછ ચાલી રહી છે જેને આધારે એટીએસ એકાંતરે જામનગર તથા આસપાસ દરોડા પાડીને આ ગુનામાં સામેલ આરોપીનોે ઝડપી રહી છે.

હાલ સુધીમાં ૧૪૬ કિલો હેરોઈન પકડાયુ
એટીએસએ બાતમીને આધારે ૧૪મી નવેમ્બરે મોરબીના ઝીંઝુડા ગામની ૬૦૦ કરોડ રૂપિયાનું ૧ર૦ કિલો હેરોઈન જપ્ત કર્યું હતું.

ત્યારબાદ તપાસ આગળ વધતા ૧૭ નવેમ્બરે ૧ર૦ કરોડ રૂપિયાની કિંમતનું ર૪ કિલો હેરોઈનનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો જયારે સોમવારે આરોપીઓની પુછપરછ પરથી જામનગર બેડી રોડ ખાતેથી વધુ ૧૦ કરોડ રૂપિયાનો ર કિલો હેરોઈનનો જથ્થો શોધી કાઢવામાં આવ્યો છે.

આમ આ કેસમાં હાલ સુધી એટીએસ એ ૭૩૦ કરોડ રૂપિયાનો નશીલો પદાર્થ કબ્જે કર્યો છે. ઉપરાંત દિલ્હીથી એક નાઈજીરીયન સહીત ૧૦ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.