Western Times News

Gujarati News

નરોડામાં વેપારીના સવા કરોડનાં દાગીના ચોરી જનાર નોકર પકડાયો: ૧.૧૦ કરોડનાં દાગીના રીકવર

(પ્રતિનિધિ) અમદાવાદ, એક મહીના અગાઉ નરોડામાં જવેલર્સનાં માલિક પેશાક કરવા ગયા ત્યારે તેમનો નોકર માલિકનું એક્ટિવા તથા બે સોનાના દાગીના ભરેલા થેલા લઈને ભાગી જવાની ઘટના બની હતી આ ગુનાનાં એક આરોપીને શહેર ક્રાઈમબ્રાંચની ટીમે માધુપુરા ખાતેથી ઝડપી લીધો હતો તેની પાસેથી ૧.૧૦ કરોડના દાગીના પણ રીકવર કરવામાં આવ્યા છે.

નરોડામાં વેપારીના દાગીના લઈ નોકર રફુચકકર થઈ ગયાની ફરીયાદ નોંધાતા ક્રાઈમબ્રાંચની ટીમો પણ સક્રીય થઈ હતી જેમાં પીઆઈ એચ.એમ. વ્યાસની ટીમના પીએસઆઈ આર.એ.ઝાલાને મહીના અગાઉ બનેલી આ ઘટનાનો મુખ્ય આરોપી દાગીના વેચવા માણેકચોક જવાનો છે જે હાલ નમસ્તે સર્કલ ખાતે ઉભો હોવાની બાતમી મળી હતી.

જેના પગલે પીએસઆઈ તેમની ટીમ સાથે હાજીપુરા ગાર્ડન પાસે ઉભા રહેલા આનંદ મોહનસીંગ ઉર્ફે આનંદ રાજપુત (સિરોહી, રાજસ્થાન)ને ઝડપી લીધો હતો અને તેની પાસેના થેલામાંથી રૂપિયા ૧.૧૦ કરોડની કિંમતના સોનાના દાગીના મળી આવ્યા હતા.

પુછપરછમાં આનંદને તેના સાગરીત ગણેશ પ્રભારામ ઘાંચી (ઘોડાસર. મુળ.સિરોહી) એ જ ભોગ બનનાર વેપારી મુકેશભાઈ ઘાંચીની દુકાનમાં નોકરીએ રખાવ્યો હતો. ઘટનાના દિવસે મુકેશભાઈ આનંદને લઈ વેપારીઓને દાગીનાના સેમ્પલ બતાવતા બતાવતાં નરોડા વિસ્તારમાં પહોંચ્યા હતા જયાં તે પેશાબ કરવા જતા આનંદે ઘટનાને અંજામ આપ્યો હતો.

દાગીનાની ચોરી બાદ એક્ટિવા આનંદને ઈન્ડીયા કોલોની ખાતે બિનવારસી છોડી દીધું હતું અને ગણેશને ફોન કરી બોલાવ્યા બદા બંને તાત્કાલીક શહેર છોડી ગયા હતા. ફરતાં ફરતા બંને આખરે રાજસ્થાન પહોચ્યા હતા જયાં કેટલાંક દાગીના લઈ ગણેશ જતો રહયો હતો જયારે આનંદ સોમવારે બચેલા દાગીના લઈ અમદાવાદ પરત આવ્યો હતો અને માણેકચોકમાં વેચે એ પહેલાં માધુપુરામાંથી ઝડપાઈ ગયો હતો.

ગણેશ અને આનંદે ચોરી કરવાના ઈરાદેથી જ મુકેશભાઈને ત્યાં નોકરી શરૂ કરી હતી એમ એસીપી ચુડાસમાએ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.