Western Times News

Gujarati News

લક્ષ્મી ગ્રુપ ઓફ બિલ્ડર્સ દ્વારા નારોલમાં લક્ષ્મી એટર્નિયા પ્રોજેક્ટ લોન્ચ કર્યું

અમદાવાદ, દરેક વ્યક્તિના જીવનમાં પોતાનું ઘર હોય તેવું એક સપનું હોય છે. અને કોરોનાના કપરા સમયગાળા પછી સતત વધતા ભાવના કારણે મધ્યમ વર્ગના લોકો પોતાનું ઘર લેવાના સપનામાં પાછીપાની કરતા જાેવા મળે છે પરંતુ મધ્યમ વર્ગથી માંડીને તમામ વર્ગના લોકો એક લક્ઝુરિયસ ઘરમાં રહી શકે અને પોતાનું ઘર વસાવી શકે

તે હેતુથી લક્ષ્મી ગ્રુપ દ્વારા તાજેતરમાં નારોલ વિસ્તારમાં તદ્દન નવી સ્કીમની ઘોષણા કરવામાં આવી છે. જેમાં ત્રણ બેડરૂમ હોલ કિચેન મળી રહેશે. જે તમામ સુવિધાઓ સાથે ઉપ્લ્ભ હશે. લક્ષ્મી ગ્રુપ સ્કીમ લક્ષ્મી એટર્નિયાની ઘોષણા કરવા માટે જાણીતી સેલિબ્રિટી ઉર્વશી રૌતેલા પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રોપર્ટી વિશે વધુમાં જણાવતા શ્રી જયેશ શાહ (મેનેજીંગ ડિરેક્ટર, ચેરમેન, લક્ષ્મી ગ્રુપ), દ્વારા જણાવામાં આવ્યું હતું કે, આપણા માનનીય પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું હતું કે દરેક વ્યક્તિનું પોતાનું ઘર હોયતે સપનાને સહભાગી થતા લક્ષ્મી ગ્રુપ દ્વારા ૨૨૦૦ થી વધારે લક્ઝુરિયસ ફ્લેટ બનાવી ચુક્યા છે.

આ રીતે હમારું યોગદાન ૨૬ લાખ સ્કેવરફિટ થઈ ચૂકેલ છે. આવનારી નવી સ્કીમ લક્ષ્મી એટર્નિયા વિશે વાત કરતા વધુમાં ઉમેર્યું હતું કે, આ નારોલ અસલાલી હાઇ-વે પર આવેલ છે. દરેક ઘરોમાં પ્રાયવસી મળી રહેશે. આ સાથે નેચરલ લાઈટ સાથેના ઘરો બનાવામાં આવ્યા છે. જ્યાં જીવન જરૂરિયાતની દરેક વસ્તુ ઉપ્લ્ભ રહેશે.

રહેનારા દરેક વ્યક્તિ પોતાના સપનાનું ઘર મળી રહેશે. આજના શુભારંભમા ફક્ત ૨૫ લાખ રૂપિયામાં ત્રણ બેડરૂમ હોલ કિચન આપવાની જાહેરાત કરી હતી.જેમાં જિમ, હોમ થિયેટર જેવી ખુબ સારી એમિનિટિસ સાથે બેઝમેન્ટ પાર્કિંગ પણ આપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.