Western Times News

Gujarati News

મેડીકલમાં એડમિશન વિલંબ થવાના કારણે પૈસા ખંખેરવાનો ધંધો શરૂ થયો

પ્રતિકાત્મક

નેશનલ મેડીકલ કમિશનના નામે ફેક એડમિશન લેટર ઈસ્યુ થવા લાગ્યા

(એજન્સી) અમદાવાદ, એમબીબીએસમાં હજુ સુધી સમગ્ર દેશમાં ક્યાંય પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ નથી ત્યાં લેભાગુ તત્ત્વોએ વિદ્યાર્થીઓ પાસેથી પૈસા ખંખેરવાનો ધંધો શરૂ કરી દીધો છે. લેભાગુ તત્ત્વો નેશનલ મેડીકલ કમિશનના નામે એડમિશન લેટર મોકલી રહ્યાની વિગતો ખુદ એનએમસીએ જ બહાર પાડી છે. અને તમામ વિદ્યાર્થી અને વાલીઓને ચેતવ્યા છે. આવા ફેક લેટર મળે તો સાવધાન રહેવા અપીલ કરી છે.

જાે કે એનએમસી આવા તત્ત્વો સામેે પગલાં ભરશે કે કેમ? એની સ્પષ્ટતા પબ્લીક નોટીસમાં કયાંય કરવામાં આવી નથી. સુપ્રિમ કોર્ટના પ્રતિબંધના કારણે હાલમાં દેશમાં ક્યાંય પણ એમબીબીએસમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ નથી. ગુજરાતમાં માત્ર ઓનલાઈન રજીસ્ટ્રેશન શર કરવામાં આવ્યુ છે.

પરંતુ કાઉન્સેલિંગ માટેનો કોઈ કાર્યક્રમ પ્રવેશ સમિતિએ જાહેર કર્યો નથી. એડમિશન પ્રક્રિયા શરૂ જ થઈ નહી હોવાના કારણે એડમિશન લેટર મળવાનો સવાલ જ ઉઠતો નથી. એમ છતાં કેટલાંક લેભાગુ તત્ત્વોએ નેશનલ મેડીકલ કમિશનના નામને વટાવી ખાવાનુૃ શરૂ કર્યુ છે.

લેભાગુ તત્ત્વોએ પોતાની રીતે નેશનલ મેડીકલ કમિશનના નામનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને એડમિશન લેટર મોકલવાનું શરૂ કર્યુ છે. જેમાં આવા તત્ત્વો કોઈપણ કોલેજમાં એડમિશન મળ્યાનુૃ જણાવે છે. તેમજ મોપ-અપ-રાઉન્ડ વખતે એલોટમેન્ટ લેટર આપવામાં આવશે. ત્યારબાદ એલોટ કરાયેલી કોલેજમાં રીપોર્ટીંગ કરવાનું રહેશે એવુૃ લખે છે.

આવા લેટરમાં કયુઆર કોડ પણ મુક્યો છે. તેમજ નેશનલ મેડીકલ કમિશનના સેક્રેટરી તરીકે ડો.સંધ્યા ભુલ્લરનું નામ અને સહી પણ કરાયેલી છે.

આ લેટર ક્યારે ઈસ્યુ કરવામાં આવ્યો છે તેની તારીખ લેટરમાં ક્યાંય પણ લખવામાં આવી નથી. મેડીકલ જગતના નિષ્ણાંતોએ ક્હ્યુ કે ઘણા તત્ત્વો આવા એડમિશન લેટર બનાવીને વેચતા હોય છે. તેઓ ઓર્ડર ટાઇપ કરાવે છે. અને સિક્કા પણ બનાવી કાઢે છે. હજુ સુધી મેડીકલમાં પ્રક્રિયા જ શરૂ થઈ નથી.

તેના કારણે વાલીઓએ આવા ફેક એડમિશન લેટર આવે તો ધ્યાન આપવુ જાેઈએ નહી. કેમ કે આવા તત્ત્વોનો ઈરાદો પૈસા પડાવવાનો જ હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.