Western Times News

Gujarati News

વટવા GIDCની ઇન્ડિયન ઓવરસીઝ બેન્કમાં ચોરીનો પ્રયાસ

અમદાવાદ, શહેરમાં એક પછી એક ચોરીના બનાવો સામે આવી રહ્યા છે, જેમાં બેન્ક અને એટીએમ પણ હવે તસ્કરોના નિશાને હોય તેમ લાગી રહ્યુ છે. વટવા જીઆઇડીસી પાસે આવેલી ઇન્ડિયન ઓવરસીઝ બેન્કમાં બે શખ્સોએ શટરનો નકૂચો તોડીને પ્રવેશી બેન્કમાં રહેલી તિજાેરી તોડવાનો પ્રયાસ કર્યો હતો,

પરંતુ તિજાેરી ન તૂટતા કેબિન-સીસીટીવી ફૂટેજ સહિતની તોડફોડ કરીને નાસી છુટ્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજમાંથી આ શખ્સોના સગડ મેળવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

વટવા જીઆઇડીસી ખાતે આવેલી ઇન્ડિયન ઓવરસીઝ બેન્કની શાખામાં મેનેજર તરીકે કામ કરતા અલ્પેશભાઇ મકવાણાએ બે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે. ગઇકાલે અલ્પેશભાઇ તેમના ઘરે હાજર હતા ત્યારે બેન્કમાં કામ કરતા જાસ્મીનબહેને ફોન કરીને કહ્યું કે આપણી બેન્કના સટરનો નકૂચો તૂટેલો છે, જેથી અલ્પેશભાઇ અને તેમના સ્ટાફના અન્ય કર્મચારીઓ બેન્ક પર પહોંચી ગયા હતા. અલ્પેશભાઇ આ દરમિયાન પોલીસને જાણ કરી ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા.

અલ્પેશભાઇએ બેન્કનું શટર ખોલીને અંદર પ્રવેશ કરીને જાેયુ તો જાળીના નકૂચે તૂટેલા હાલતમાં હતા તેમજ બેન્કના સીસીટીવીના કેબલ પર તૂટેલા હતા. બેન્કના તમામ ડ્રોઅર તેમજ પ્રિન્ટર સ્કેનરને પણ નુકસાન કર્યુ હતું તેમજ બેન્કમાં ગોદરેજની જે તિજાેરીમાં કેશ હતી તેને પણ તોડવાનો પ્રયાસ કર્યો હતો.

અલ્પેશભાઇએ સીસીટીવીની તપાસ કરતા તેમાં બે આરોપીઓ બેન્કમાં તિજાેરીનો દરવાજાે તોડવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા હતા. બે તસ્કરોએ બેન્કમાં નુકસાન પહોંચાડતા મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલમાં વટવા જીઆઇડીસી પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.