Western Times News

Gujarati News

શું ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન જશે?

નવી દિલ્હી, આઈસીસીએ ૨૦૨૫ની ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટની યજમાની પાકિસ્તાનને આપી છે. ચેમ્પિયન્સ ટ્રોફી એક મોટી ટુર્નામેન્ટ છે. ૨૦૧૭ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું. હવે આ જ ખિતાબ બચાવવા માટે આઈસીસીએ આ ટૂર્નામેન્ટની યજમાની પાકિસ્તાનને આપી છે.

આતંકવાદી હુમલા બાદ ઘણી ટીમોએ પાકિસ્તાનની મુલાકાત ટાળી દીધી હતી. આઈસીસીએ ગત અઠવાડિયે પાકિસ્તાનને ૨૦૨૫ની ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાનીનો અધિકાર આપ્યો હતો. જેના કારણે પાકિસ્તાનમાં બે દાયકાઓથી વધુ સમય બાદ મોટી ટુર્નામેન્ટની વાપસી થશે.

છેલ્લી વખત પાકિસ્તાને તેની ધરતી પર આઈસીસી ટૂર્નામેન્ટ ૧૯૯૬ વર્લ્‌ડકપનું આયોજન કર્યું હતું. તે વર્લ્‌ડકપમાં ભારત અને શ્રીલંકા પણ સહ-યજમાન હતા. ૨૦૦૯માં લાહોરમાં શ્રીલંકાની ટીમની બસ પર આતંકવાદી હુમલા બાદથી કોઈ મોટા દેશે પાકિસ્તાનમાં દ્વિપક્ષીય શ્રેણી રમી નથી.

આઈસીસી પ્રમુખ ગ્રેગ બાર્કલેએ જણાવ્યું છે કે, આઈસીસી ક્રિકેટ ઈવેન્ટ ઘણા વર્ષો પછી પાકિસ્તાનમાં પરત ફરી રહી છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં જે બન્યું છે તે સિવાય આ બધુ કોઈપણ મુદ્દા વગર આગળ વધ્યું છે. બાર્કલેએ વધુમાં કહ્યું, જાે અમને પાકિસ્તાનની યજમાની અંગે શંકા હોત તો અમે તેમને આ કાર્યક્રમનું આયોજન કરવાનો અધિકાર ન આપ્યો હોત’.

આ વર્ષે સપ્ટેમ્બરમાં ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડે સુરક્ષાની ચિંતાઓના કારણે પાકિસ્તાનમાં રમાનારી દ્વિપક્ષીય શ્રેણીમાંથી ખસી ગઈ હતી. ખેલમંત્રી અનુરાગ ઠાકુરે ગત અઠવાડિયે જણાવ્યું હતું કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની સહભાગિતા અંગેનો ર્નિણય યોગ્ય સમયે લેવામાં આવશે કારણ કે આંતરરાષ્ટ્રીય ટીમો માટે પડોશી દેશનો પ્રવાસ કરવા માટે હજુ પણ સુરક્ષા મુદ્દાઓ છે.

બાર્કલે આ પડકારજનક મુદ્દો ગણાવીને આશા વ્યક્ત કરી છે કે ક્રિકેટ દ્વારા બંને દેશો વચ્ચેના સંબંધો સુધરી શકે છે. ભારતીય ટીમે ૨૦૦૬થી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. પાકિસ્તાન ૨૦૧૨માં ભારત આવ્યું હતું અને ટી૨૦ સિરીઝ રમ્યું હતું.

હવે જાે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે પાકિસ્તાન જશે, તો તે એક મોટી તક હશે, આઈસીસી પ્રમુખના નિવેદનથી સ્પષ્ટ છે કે તમામ ટીમો પાકિસ્તાન જશે અને ટૂર્નામેન્ટ રમશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.