Western Times News

Gujarati News

તાલિબાને કેબિનેટનો વિસ્તાર, ૨૭ નવા લોકો મંત્રીમંડળમાં સામેલ, એકપણ મહિલા નહીં

કાબુલ, તાલિબાને કહ્યું કે, તેણે ૨૭ નવા સભ્યોને જાેડીને પોતાના અંતરિમ મંત્રીમંડળનો વિસ્તાર કર્યો છે. પઝવોક અફગાન ન્યૂઝના રિપોર્ટ અનુસાર અંતરિમ સરકારના પ્રવક્તા જબીહુલ્લા મુઝાહિદે કહ્યુ કે, નિમણૂકો તાલિબાનના સર્વોચ્ચ નેતા મુલ્લા હૈબતુલ્લા અખુંદઝાદાના આદેશો બાદ કરવામાં આવી છે.

મૌસલી શહાબુદ્દીન ડેલાવરને ખાણ અને પેટ્રોલિયમના કાર્યવાહક મંત્રી અને મુલ્લા મોહમ્મદ અબ્બાસ અખુંદને ડિઝાસ્ટર મેનેજમેન્ટના કાર્યવાહી મંત્રી બનાવવામાં આવ્યા છે. પઝવોક અફઘાન ન્યૂઝના રિપોર્ટ અનુસાર મુઝાહિદ દ્વારા જારી એક યાદી અનુસાર ૨૫ અન્યને ઉપમંત્રી, કોર કમાન્ડર અને સ્વતંત્ર વિભાગોના પ્રમુખના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.

ઇસ્લામિક અમીરાતની અંતરિમ કેબિનેટમાં આ નવા નામો થયા સામેલ. મૌલવી શહાબુદ્દીન ડેલાવર, કાર્યકારી ખાણ અને પેટ્રોલિયમ મંત્રી,હાજી મુલ્લા મોહમ્મદ એસ્સા અખુંદ, ખાણ અને પેટ્રોલિયમના નાયબ મંત્રી,મુલ્લા મોહમ્મદ અબ્બાસ અખુંદ, ડિઝાસ્ટર મેનેજમેન્ટના કાર્યકારી મંત્રી,મૌલવી શરફુદ્દીન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડેપ્યુટી મિનિસ્ટર ,મૌલવી ઇનાયતુલ્લા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડેપ્યુટી મિનિસ્ટર ,મૌલવી હમદુલ્લા ઝાહીદ, પ્રાપ્તિ નિયામક,શેખ અબ્દુલ રહીમ, પ્રાપ્તિ નિયામક,મૌલવી કુદરતુલ્લા જમાલ.

સુપ્રીમ ઓડિટ ઓફિસ હેડ,મૌલવી એઝાતોલ્લાહ, સુપ્રીમ ઓડિટ ઓફિસના ડેપ્યુટી ચીફ,મૌલવી મોહમ્મદ યુસુફ મસ્ત્રી, જેલના કાર્યવાહક નિર્દેશક,મુલ્લા હબીબુલ્લા ફઝલી જેલના નાયબ નિયામક ,મૌલવી કેરામતુલ્લા અખુન્દઝાદા, વહીવટી સુધારણા અને નાગરિક સેવા આયોગના વડા,મૌલવી અહેમદ તાહા.

સરહદ અને આદિજાતિ બાબતોના નાયબ પ્રધાન,મૌલવી ગુલ ઝરીન, સરહદ અને આદિજાતિ બાબતોના મંત્રાલયમાં કોચી બાબતોના વડા,શેખ મૌલવી અબ્દુલ હકીમ, શહીદ અને અપંગ બાબતોના નાયબ મંત્રી,મૌલવી સઈદ અહેમદ શાહિદખેલ, નાયબ શિક્ષણ મંત્રી,મૌલવી અબ્દુલ રહેમાન હલીમ.

ગ્રામીણ પુનર્વસન અને વિકાસના નાયબ મંત્રી,મૌલવી અતીકુલ્લાહ અઝીઝી, માહિતી અને સંસ્કૃતિ મંત્રાલયમાં નાણા અને વહીવટના નાયબ પ્રધાન,મુલ્લા ફૈઝુલ્લાહ અખુંદ, માહિતી અને સંસ્કૃતિ મંત્રાલયમાં યુવા બાબતોના નાયબ પ્રધાન,મૌલવી સૈફુદ્દીન તૈયબ.

નાયબ સંચાર મંત્રી,મૌલવી ફતુલ્લા મન્સૂર, કંદહાર એરપોર્ટના ચીફ,મોહમ્મદ ઈસ્માઈલ, લશ્કરી અદાલતના કાર્યકારી કમાન્ડર,મૌલવી ઈસ્મતુલ્લા અસીમ, રેડ ક્રોસના ડેપ્યુટી ચીફ,મૌલવી રહીમુલ્લાહ મહમુદ.

કંદહારમાં અલ-બદર કોર્પ્સના ડેપ્યુટી કમાન્ડર,મૌલવી અબ્દુલ સમદ, હેલમંડમાં આઝમ કોર્પ્સના ડેપ્યુટી કમાન્ડર,મુલ્લા નાસિર અખુંદ, નાયબ નાણા મંત્રી,મૌલવી આરેફુલ્લાહ આરેફ, ઉર્જા અને પાણીના નાયબ મંત્રી.

સપ્ટેમ્બરના શરૂઆતમાં તાલિબાને ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાનની રચના કરી અને ૩૩ કેબિનેટ મંત્રીઓની નિમણૂક કરી હતી, જેની પાસે ન તો મહિલાઓ છે અને ન પાછલા શાસનના મુખ્યધારાના રાજનેતા પરંતુ તેણે દુનિયાના સૌથી ખૂંખાર અને વોન્ટેડ કેબિનેટ મંત્રીઓની નિમણૂક કરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.