Western Times News

Gujarati News

ડેન્ગ્યુના કેસમાં ૭ ગણો વધારો

શહેરમાં છેલ્લા ર૦ દિવસમાં ડેન્ગયુ – ચીકનગુનિયાના ૪૭૦ કેસ નોંધાયા

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો બેકાબુ બની ગયો છે. ચોમાસાની સીઝનમાં વરસાદી પાણીના નિકાલ અને સફાઈમાં થયેલા વિલંબના કારણે મચ્છરોની ઉત્પતિમાં વધારો થયો છે.

જેના પરીણામે, ચીકનગુનીયા અને ડેન્ગયુ જેવા જીવલેણ રોગના કેસ ચિંતાજનક હદે વધી રહયા છે. જયારે મનપા દ્વારા સપ્લાય થતા પાણીમાં પ્રદુષણની માત્રા વધુ હોવાથી કોલેરા, કમળો અને ટાઈફોઈડના કેસ પણ વધી રહયા છે.

મ્યુનિ. મેલેરીયા વિભાગ તરફથી ફોગીંગ અને દવા છંટકાવ કરવામાં આવી રહયા છે પરંતુ તે અપુરતા સાબિત થઈ રહયા છે. શહેરમાં માત્ર ર૦ દિવસમાં જ મચ્છરજન્ય રોગચાળાના પ૦૦ અને પાણીજન્ય રોગચાળાના ૪૦૦ જેટલા કેસ નોંધાયા છે.

ચીકનગુનીયાના છેલ્લા ૧પ વર્ષમાં સૌથી વધુ કેસ કન્ફર્મ થયા છે. જયારે ડેન્ગયુ કેસમાં ર૦ર૦ની સરખામણીએ સાત ગણો વધારો થયો છે.

સ્માર્ટ સીટી અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો લગભગ કાયમી બની ગયો છે જેના માટે ઈજનેર અને આરોગ્ય વિભાગ સરખા હિસ્સે જવાબદાર છે. શ્રમજીવી વસાહતોમાં વર્ષોથી પ્રદુષિત અને ડહોળા પાણી સપ્લાય થાય છે સાથે સાથે આ વિસ્તારોમાં મચ્છરોના બ્રીડીંગ પણ વધુ જાેવા મળે છે. જેના પરીણામે આ વિસ્તારોમાંથી કમળો, કોલેરા, ટાઈફોઈડના કેસ મોટી સંખ્યામાં બહાર આવી રહયા છે સાથે-સાથે મેલેરીયા અને ચીકનગુનિયાનો આતંક પણ સેવા વસ્તી અને શ્રમજીવી વસાહતોમાં લગભગ કાયમી બની ગયો છે.

મ્યુનિ. સુત્રોએ જણાવ્યા મુજબ દાણીલીમડા, બહેરામપુરા, ગોમતીપુર, રખિયાલ, સરસપુર, કુબેરનગર વોર્ડમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો એક સાથે આતંક મચાવી રહયો છે જયારે પશ્ચિમ અને નવા પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં ડેન્ગયુના કેસ મોટી સંખ્યામાં બહાર આવી રહયા છે નવા ઝોનના બોડકદેવ, જાેધપુર અને ગોતા વોર્ડ ડેન્ગયુ રોગચાળાના એ.પી સેન્ટર બની ગયા છે.

શહેરમાં ચાલુ વરસે ચીકનગુનિઆના ૧૪૯૮ કેસ કન્ફર્મ થયા છે જે છેલ્લા ૧પ વર્ષમાં સૌથી વધુ છે. ર૦૧૯માં ચીકનગુનિયાના ૧૮૩ તથા ર૦ર૦માં ૯ર૩ કેસ નોધાયા હતા.

અમદાવાદ શહેરમાં પ્રથમ વખત ચીકનગુનીયાના કેસ એક હજાર કરતા વધુ કન્ફર્મ થયા છે. શહેરમાં ર૦૦૬ની સાલમાં ચીકનગુયાનો પ્રથમ કેસ નોંધાયો છે. ર૦૦૬માં ૬૦૭૭૭ શંકાસ્પદ કેસ નોધાયા હતા જેની સામે કન્ફર્મ કેસની સંખ્યા માત્ર ૮ર હતી. ર૦૧૩ની સાલમાં પ્રથમ વખત ચીકનગુનીયાના કેસની સંખ્યા ત્રણ આંકડામાં જાેવા મળી હતી. ર૦૧૩માં ૩૪૯ કેસ કન્ફર્મ થયા હતા. જયારે ર૦૧૬માં ૪૪૭, ર૦૧૭માં રપ૭, ર૦૧૮માં ૧૯૪, ર૦૧૯માં ૧૮૩ તેમજ ર૦ર૦માં ૯ર૩ કેસ નોંધાયા છે.

ર૦ર૧માં ર૦ નવેમ્બર સુધી ૧૪૯૮ કેસ નોંધાયા છે. તેવી જ રીતે ર૦ર૧માં ર૦ નવેમ્બર સુધી ડેન્ગયુના ર૮૦૯ કેસ કન્ફર્મ થયા છે. ર૦૧૯ના વર્ષમાં ડેન્ગ્યુના ૪પ૪૭ કેસ નોધાયા હતા જયારે ર૦ર૦માં માત્ર ૭૩ર કેસ કન્ફર્મ થયા હતા. આમ પાછલા વર્ષની સરખામણીએ ડેન્ગયુના કેસમાં સાત ગણો વધારો થયો છે. ર૦ર૧ના વર્ષમાં મેલેરીયાના ૯૪૭ તથા ઝેરી મેલેરીયાના ૧૦૩ કેસ નોંધાયા છે.

અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળાની સાથે સાથે પાણીજન્ય રોગચાળો પણ વકરી રહયો છે. ર૦ર૧માં ર૦ નવેમ્બર સુધી ઝાડા ઉલ્ટીના ૩૩૯૭, કમળાના ૧ર૧૮, ટાઈફોઈડના ૧૯૦૦ તથા કોલેરાના ૬૪ કેસ નોંધાયા છે. ર૦ર૦ની સરખામણીએ કમળાના કેસ લગભગ બમણા થયા છે. જયારે કોલેરાના કેસમાં ૬૪ ગણો વધારો થયો છે.

પાણીજન્ય રોગચાળા માટે પ્રદુષિત પાણીની સાથે સાથે બેરોકટોક વેચાણ થતા બિન આરોગ્યપ્રદ આહાર પણ જવાબદાર છે. મ્યુનિ. હેલ્થ ફલાઈંગ સ્કવોર્ડની નબળી કામગીરીના કારણે પણ કમળો, કોલેરા અને ઝાડા ઉલ્ટીના કેસ વધી રહયા હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.