Western Times News

Gujarati News

ડ્રગ્સકાંડમાં અમદાવાદના ૭૦થી વધુ હાઇપ્રોફાઇલ લોકોની કરાઈ પૂછપરછ

પ્રતિકાત્મક

અમદાવાદ, છેલ્લા બે મહિનાની અંદર ગુજરાત ડ્રગ્સ મામલે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કારણ કે પંજાબની જેમ જ ગુજરાતમાં પણ અનેક જગ્યાએથી ડ્રગ્સનો મોટા જથ્થો અચાનક ઝડપાવવા લાગ્યો છે. જેની કિંમત લાખો નહીં કરોડોમાં હતી.

પરંતુ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને આફ્રિકાના દેશો નહીં, હવે અમેરિકા જેવા દેશોમાંથી ડ્રગ્સની સપ્લાય ગુજરાતમાં થતી હોવાના એક ખુલાસાએ ખળભળાટ મચાવી દિધો છે. કારણકે ઝડપાયેલા આરોપીઓ આખુ રેકેટ અમદાવાદમાં બેઠાબેઠા ચલાવતા હતા. ડ્રગ્સ કેસમાં ફ્‌ફ ન્યૂઝ પાસે ચોંકાવનારી માહિતી સામે આવી છે. વંદીત પટેલ અને પાર્થ શર્માની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે.

બંને શખ્સોની પૂછપરછ દરમિયાન અમદાવાદ શહેરના ૨ જાણીતા બિલ્ડરના દીકરાના નામ આવ્યા સામે છે. એક નબીરાની પૂછપરછ પણ પોલીસે કર્યાનો ઘટસ્ફોટ થયો છે. ડ્રગ્સ કેસમાં અત્યાર સુધી ૭૦થી વધુ હાઇપ્રોફાઇલ લોકોની પુછપરછ કરાઈ છે. તમામ ૭૦ નબીરાઓનું ફેમિલી બેકગ્રાઉન્ડ હાઇપ્રોફાઇલ હોવાનો પોલીસનો ખુલાસો થયો છે.

એક નબીરાની પુછપરછ પણ પોલીસે કર્યાનો ઘટસ્ફોટ થયો છે. નશો કરનારા લોકોની તપાસ હજુ પણ ચાલુ છે. આ તમામ વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે કાયદાકીય સલાહ પણ લેવાઇ રહી છે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ચાલી રહેલી તપાસમાં સામે આવ્યું હતું કે, સાઉથ બોપલમાં સલૂન ચલાવતા સેટેલાઇટના એક વ્યક્તિએ ચીનના શાંઘાઈ અને ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં ડ્રગ્સ મોકલ્યું હતું. જે તેણે અમેરિકામાંથી ખરીદ્યું હતું. ૨૭ વર્ષીય આરોપી વંદિત પટેલે ગુજરાત અને અન્ય રાજ્યોમાં ૫૦ જગ્યાએ ૩૦૦ વખત ડ્રગ્સ પહોંચાડ્યું હતું.

કરોડો રૂપિયાનું ડ્રગ્સ અમેરિકાથી ગુજરાત અને રાજસ્થાનના ૫૦ કરતા વધુ સરનામા પર લાવવામાં આવતું હતું. અને તેની ચૂકવણી ક્રિપ્ટોકરન્સીમાં થતી હતી.

આ ચાર યુવાનો દેખાવે ભલે સામાન્ય લાગતા હોય, પરંતુ ડિજિટલાઈજેશનના જમાનામાં આ આરોપીઓએ ઈન્ટરનેટને જ નાશાખોરીનું સામાન મેળવવાનું સાધન બનાવી દિધું હતું. વંદિત પટેલ, પાર્થ શર્મા, વિપુલ ગોસ્વામી અને જીલ પરાતે આ ચારેય આરોપીઓની અમદાવાદ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે. હવે તેમણે પોલીસ સમક્ષ તેમના કાંડના જે-જે ખુલાસા કર્યા છે, તે ખરેખર ચોંકાવનારા છે.

ડ્રગ્સ કેસનો મુખ્ય આરોપી વંદિત પટેલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, જ્યારે વિપુલ ગોસ્વામી, કુખ્યાત ગેંગસ્ટર વિકી ગોસ્વામીનો ભત્રીજાે હોવાનું સામે આવ્યું છે. આ ટોળકી ઇલેક્ટ્રોનિક વસ્તુઓની આડમાં અમેરિકા ડ્રગ્સ મંગાવતા હતા. કોઈને શંકા ન જાય એ માટે સરનામા પણ અલગ અલગ રાખતા હતા.

આરોપી વંદિત પટેલે અમદાવાદ, કલોલ, જયપુર અને ઉદેપુરના ૫૦થી વધુ સરનામા પર ડ્રગ્સની ડિલેવરી મેળવી હોવાનો ખુલાસો થયો છે. મોડસ ઓપરેન્ડી એવી હતી કે બંધ મકાનના સરનામા પર પાર્સલ મંગાવવામાં આવતા હતા. પછી પાર્સલ રિટર્ન થતાં આરોપી એજન્ટને મળી પાર્સલ છોડાવી દેતો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.