Western Times News

Gujarati News

દિલ્હીમાં પ્રદૂષણનાં સ્તરમાં થોડો સુધારો થયા બાદ દિલ્હી સરકાર દ્વારા પ્રતિબંધ હટાવવા પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી

નવીદિલ્હી, દેશમાં કોરોનાનાં કેસ ઘટી રહ્યા છે, સાથે રાજધાની દિલ્હી માટે પણ એક સારા સમાચાર પણ સામે આવી રહ્યા છે. જાે કે સાથે સુપ્રીમ તરફથી એક ફટકાર પણ લગાવવામાં પણ આવી છે.

જણાવી દઇએ કે, દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તામાં થોડો સુધારો થયો છે. વાયુ પ્રદૂષણ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. NCRએ કહ્યું કે, આ રાષ્ટ્રીય રાજધાની છે અને તેને એવી રીતે જુઓ કે આપણે વિશ્વને શું સંકેત આપી રહ્યા છીએ.

આપને જણાવી દઇએ કે, બુધવારે સુપ્રીમ કોર્ટમાં દિલ્હી એનસીઆર પ્રદૂષણ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દિલ્હીમાં પ્રદૂષણનાં સ્તરમાં થોડો સુધારો થયા બાદ દિલ્હી સરકાર દ્વારા પ્રતિબંધ હટાવવા પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. કેન્દ્ર સરકારને ફટકાર લગાવતા કોર્ટે દિલ્હી સરકારને આગામી બે દિવસ સુધી રાજધાનીમાં પ્રતિબંધ ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે.

કોર્ટે દિલ્હી સરકારને પૂછ્યું કે પ્રદૂષણનું પ્રમાણ ઘટતાની સાથે જ તેમણે પ્રતિબંધો કેમ હટાવ્યા? કોર્ટે પૂછ્યું કે જાે પવન વધુ ધીમો પડી જશે તો શું થશે? કોર્ટ હવે આ મામલે સોમવારે સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે પ્રદૂષણ કેસની સુનાવણી બંધ કરશે નહીં. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તેઓ આ મામલાની સુનાવણી ચાલુ રાખશે અને અંતિમ ચુકાદો આપશે.

કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે જ્યારે હવામાન ખરાબ હોય છે, ત્યારે તેના માટે પગલાં લેવાનું શરૂ કરવામાં આવે છે, પરંતુ જરૂર એ છે કે વાયુ પ્રદૂષણ શરૂ થાય તે પહેલાં પગલાં લેવામાં આવે. કોર્ટે કહ્યું કે, આ દિલ્હી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ છે, કલ્પના કરો કે આપણે દુનિયાને શું સંદેશ આપી રહ્યા છીએ. કોર્ટે કેન્દ્રને પ્રદૂષણને રોકવા માટેનાં પગલાં ચાલુ રાખવા જણાવ્યું હતું. એમ પણ કહ્યું કે, જાે પ્રદૂષણનું સ્તર ૧૦૦થી નીચે આવે તો પ્રતિબંધો થોડા હળવી થઈ શકે છે.

જણાવી દઈએ કે, આ દિવસોમાં દિલ્હી-દ્ગઝ્રઇની હવામાં ઝેર પ્રસરી રહ્યુ હોય તેવુ વાતાવરણ ઉભુ થયુ છે. તેને જાેતા આજે એટલે કે બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી. જાે કે, આપને જણાવી દઈએ કે, દિલ્હીમાં ૨૧ નવેમ્બર સુધી પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

કારણ કે અહીં હવા ગુણવત્તા સૂચકાંક ૪૦૩ હતો. પરંતુ હવે ૨૯૦ પર પહોંચી ગયો છે. તેને જાેઈને અનુમાન લગાવી શકાય છે કે ખૂબ જ જલ્દી હવામાં સુધારો થશે. જણાવી દઈએ કે વાયુ પ્રદુષણને ધ્યાનમાં રાખીને કોર્ટે પ્રતિબંધને ૨૬ નવેમ્બર સુધી લંબાવ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.