Western Times News

Gujarati News

અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો ટ્રામાડોલનો ૧૮૯ કિલોનો જથ્થો

અમદાવાદ, ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી સતત ચિંતાજનક અહેવાલ સામે આવી રહ્યા છે, આ વચ્ચે મેગાસીટી અમદાવાદ માંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા સામે છે. જેમાં અમદાવાદ એરપોર્ટ પરથી ટ્રામાડોલનો જથ્થો ઝડપાયો છે. પ્રતિબંધિત ૧૮૯ કિલો ટ્રામાડોલનો જથ્થો નાઈજીરિયા રવાના થવાનો હતો.

અમદાવાદ કસ્ટમ વિભાગને શંકા ગઈ હતી. ત્યારે આ મામલાની તપાસ કરતા તેઓ પણ ચોંકી ઉઠ્‌યા હતા. તો બીજી તરફ કસ્ટમ વિભાગ દ્વારા એરપોર્ટ કાર્ગો કોમ્પ્લેક્સમાં શંકાસ્પદ કુરિયરની તપાસ કરતા જથ્થો ઝડપાયો હતો.એનડીપીએસ એક્ટ અંતર્ગત સાયકોટ્રોપિક પદાર્થ ની નિકાસ પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.