Western Times News

Gujarati News

અમદાવાદની ૧૪ અલગ અલગ બેન્કોમાં નકલી નોટો જમા થતાં ફરિયાદ નોંધાઈ

પ્રતિકાત્મક

અમદાવાદ, શહેરમાં નકલી નોટો અંગેનું કૌભાંડ અનેક વખત અમદાવાદ શહેર પોલીસની એજન્સીએ જપ્ત કર્યું છે. નકલી નોટો મોટી માત્રામાં બજારોમાં ફરતી થતી હોય છે અને ત્યારબાદ ગ્રાહકો પાસે જતા તે લોકો બેન્કમાં જમા કરાવતા હોય છે. સામાન્યપણે આ નકલી નોટો ભારતીય ચલણ જેવી જ દેખાતી હોય છે પરંતુ ટેક્નિકલ વ્યુ સિવાય આ નોટોને જલદી ઓળખી શકાતી નથી.

અમદાવાદ શહેરમાં આવેલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં નકલી નોટો અંગે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ૫ લાખ ૬૧ હજાર ૮૧૦ની કિંમતની કુલ ૧૫૬૨ નકલી નોટો જમા થઈ હોવાની માહિતીના આધારે ફરિયાદ નોંધાઈ છે.

અમદાવાદ શહેરની ૧૪ અલગ અલગ બેન્કોમાં નકલી નોટો જમા થઈ હોવાનું જાણવા મળ્યું છે એસઓજીમાં નોંધાઈ નકલી નોટો અંગે ફરિયાદ નોંધાઈ છે ફરિયાદ એ.યુ. સ્મોલ બેન્ક, ડીસીબી કાલુપુર કો.ઓપરેટિંવ, યશ,આઇડીબીઆઇ,આઇસીઆઇસીઆઇ એક્સિસ,એચડીએફસી, કોટક મહેન્દ્રા, કોર્પોરેશન, એસબીઆઇ, સ્ટાન્ડર્ડ ચાર્ટડ, એચડીબીસી અને રિઝર્વ બેન્ક જેવી અનેક બેન્કોમાં તપાસ શરૂ કરવામાં આવી છે.

ે૧૪ અલગ અલગ બેન્કોમાં નકલી નોટો જમા થઈ હોવાની માહિતીના આધારે હાલ એસઓજીએ ગુનો નોંધાવ્યો છે. હાલ અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ તો શરૂ કરી છે પરંતુ આ નકલી નોટો બેન્કમાં કોણ જમા કરાવી ગયું છે તેની આજ સુધીમાં બહાર નથી આવતું. દર ત્રણ મહિને બેન્કમાં આવેલી નકલી નોટોનો ગુનો પોલીસ નોંધી દે છે. નોટો પણ જમા લેવાય છે પરંતુ આ મામલે કોઇ ખાસ તપાસ કરી શકી નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.