Western Times News

Gujarati News

આણંદ ઈરમા ખાતે  ડો. વર્ગીસ કુરીયનની ૧૦૦મી શતાબ્દી જન્મદિનની ઉજવણી

(પ્રતિનિધિ) આણંદ, એશિયામાં ખ્યાતનામ પામેલ અમૂલ ધ્વારા અમૂલની ૭પ વર્ષની ઉજવણી સાથે શ્વેતક્રાંતિમાં યોગદાન આપનાર ર્ડા વર્ગીશ કુરિયનની ૧૦૦મી શતાબ્દી જન્મજયંતિ નિમિત્તે આણંદના ઈરમા હોલ ખાતે “ભારત અને ઈન્ડિયા” અંતર્ગત સેમિનાર યોજાયો હતો. જેમાં સહકારી, ધંધાદારી, એકેડેમીશિયન અને બે મહિલા પશુપાલકોને આમંત્રિત કર્યા હતા. આમંત્રિત મહેમાનોએ ર્ડા. કુરિયન અંગે સહકારી ક્ષેત્રે પોતાના મંતવ્યો રજુ કર્યા હતા.

અમૂલ ડેરીના એમ.ડી અમિત વ્યાસે જણાવ્યું કે ર્ડા. કુરિયને સહકારી ક્ષેત્રે જે પાયા નાખ્યા છે તેના પર આપણે ઉભા છીએ ઉત્પાદન બનાવવા મુશ્કેલ નથી પણ તેનું માર્કેટીંગ મુશ્કેલ છે. પશુપાલનમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી દૂધ ઉત્પાદન વધારી શકાય છે.

આ કાર્યક્રમમાં જીસીએમએમએફના ચેરમેન શ્યાગલભાઈ પટેલ, એનડીડીબીના ચેરમેન મિનેષભાઈ શાહ ઈરમાના ડાયરેકટર ઉમાકાન્ત દાસ, વલસાડ વસુંધરા ડેરીના વાઈસ ચેરમેન સુધાબેન પટેલ, ચરોતર ગેસના ચેરમેન કિરણભાઈ પટેલ, અજરપુરાના પશુપાલક ગાયત્રીબેન પટેલ, અમૂલ ડેરીના એમ.ડી. અમીત વ્યાસ, બનાસ ડેરીના ચેરમેન સંગ્રામ ચૌધરી વગેરે આમંત્રિતોએ સહકારી ક્ષેત્રે ર્ડા. કુરિયનના યોગદાન અંગે પોતાના વિચારો રજુ કર્યા હતા.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.