Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૦૫૪૯ નવા કોરોનાના કેસ

નવી દિલ્હી, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૧૦,૫૪૯ નવા કેસ નોંધાયા છે અને ૪૮૮ લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કોરોના કેસની કુલ સંખ્યા ૩૪,૫૫૫,૪૩૧ પર પહોંચી ગઈ છે. તે જ સમયે, સક્રિય કેસોની સંખ્યા ૧૧૦,૧૩૩ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૯,૮૬૮ લોકો કોરોનાથી સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ ૩૩,૯૭૭,૮૩૦ લોકો કોરોનાથી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ ૪૬૭, ૪૬૮ લોકોના મોત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૩,૮૮,૮૨૪ લોકોને રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ ૧,૨૦,૨૭,૦૩,૬૫૯ રસીકરણ કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડના દહેરાદૂનમાં ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટમાં ૧૧ આઈએફએસ અધિકારી પોઝિટિવ મળી આવ્યા છે. ત્યારબાદ ૪૮ અધિકારીઓને આઇસીલેટ કરી દેવામાં આવ્યા છે.

જ્યારે, કર્ણાટકના ધારવાડમાં એસડીએમ મેડિકલ કોલેજમાં ૬૬ વિદ્યાર્થીઓએ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓનું સંપૂર્ણ વેક્સિનેશન થઈ ગયું છે. ૪૦૦ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતા આ કોલેજના બિલ્ડીંગની સાથે સાથે ૨ હોસ્ટેલ પણ સીલ કેરી દેવામાં આવી છે. ૩૦૦ વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ આવી ચૂક્યા છે.

હજી ૧૦૦ રિપોર્ટ આવવાના બાકી છે. કોરોનાની ત્રીજી લહેરની આશંકાને જાેતાં કેન્દ્ર સરકારને પણ એલર્ટ કરવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયે ગુરુવારે ૧૩ રાજ્યોને પત્ર લખીને કોરોના ટેસ્ટિંગમાં થયેલા ઘટાડા બાબતે ચિંતા વ્યક્ત કરી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રમાં કહ્યું છે કે જાે ટેસ્ટિંગમાં ઘટાડો થશે તો સંક્રમણનું યોગ્ય મૂલ્યાંકન નહીં કરી શકાય. પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં બંગાળ સહિત ઘણા રાજ્યોમાં પણ પોઝિટિવિટી રેટ વધી રહ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.