Western Times News

Gujarati News

કચ્છમાં બે ગ્રૂપ બાખડતા વાહનોને આગચંપી કરાઈ

ભૂજ, મોડી રાત્રે કચ્છના નખત્રાણામાં અચાનક મામલો બિચક્યો હતો. નખત્રાણાના કોટડામાં બે જૂથ વચ્ચે અથડામણ બાદ વાહનોને આગચંપી કરાતા તંગદિલી સર્જાઈ હતી. આ ઘટનાને પગલે રેન્જ આઈજી અને એસપી, ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સ્થિતિને કાબૂમાં લેવા છોડાયા ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, નખત્રાણાના કોટડા (જડોદર)માં બાઈક મુદ્દે એક યુવક પર હુમલો થયો હતો. જેના રિએક્શન રૂપે બે જૂથ બાખડ્યા હતા. એક જૂથના ટોળાએ જડોદરમાં કેટલાક વાહનો અને કેબિનોને આગચંપી કરી હતી. જેને કારણે તંગદીલી સર્જાઈ હતી. હુમલા બાદ આગચંપી કરતા વિવાદ વધ્યો હતો. જેથી સ્થાનિક પોલીસ તરત દોડતી થઈ હતી.

ઘટનાને પગલે રેન્જ આઈજી અને એસપી, ડીવાયએસપી સહિતના વરિષ્ઠ અધિકારીઓ અડધી રાત્રે ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસને ટોળાને વિખેરવા ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. સ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ પોલીસ સ્ટાફ દ્વારા કરાયો હતો.

પરિસ્થિતીને વણસતી અટકાવવા માટે આસપાસના પોલીસ સ્ટેશનના સ્ટાફની સાથે એસઆરપીના જવાનોને પણ સ્થળ પર તૈનાત કરાયા હતા. જાેકે, સમગ્ર મામલે હજી સુધી વિધિવત ફરિયાદ નોંધાઈ નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.