Western Times News

Gujarati News

દિલ્હીનો વિકલાંગ યુવક ૨૦ વર્ષ બાદ સોમનાથથી મળ્યો

ઉપલેટા, સોમનાથ તીર્થંમાં સેવા કરતી નીરાધાર નો આધાર સંસ્થાએ દિલ્હી થી ૨૦ વર્ષ પેહલા ગુમ થયેલા કટકનાં માનસિક વિકલાંગ યુવકનું પરિવાર સાથે કરાવ્યું મિલન, પરિવારનું ભાઇ સાથે મિલન થતા ત્યાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતાં. મૂળ કટકનો ૨૦ વર્ષ પહેલાં દિલ્હીથી ગુમ થયેલ માનસિક વિકલાંગ યુવક રાજેશ સોમનાથ આવી પહોંચ્યો હતો. ત્યારે સોમનાથની સેવાભાવી સંસ્થાએ મેલીધેલી હાલતમાં મળી આવેલ યુવકની સારસંભાળ કરીને તેને આશરો આપ્યો હતો.

જાેકે ત્યારબાદ તેનો વિસ્તાર જાણીને ત્યાંની પોલીસ સાથે સંપર્ક કરીને યુવકનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. બાળપણથી ક્રિકેટમાં કુશળ રાજેશ યુવા અવસ્થામાં આવતા માનસિક મંદતાથી પીડાતો હતો. જ્યારે દિલ્હી ખાતે તે પોતાના ભાઈને મળવા ગયો ત્યારે તે દિલ્હીથી ગુમ થયો હતો.

પરિવારે તમામ જગ્યાએ શોધખોળ અને પોલીસ ફરિયાદ કરવા છતાં પણ રાજેશનો કોઈ અતોપતો નહોતો મળતો. જાેકે આખરે ૨૦ વર્ષનો સમયગાળો વીત્યા બાદ જાણે કે પરિવારે રાજેશનાં જીવિત હોવાની આશા ગુમાવી દીધી હતી, પણ નિયતીને કંઇ અન્ય જ મંજૂર હતું.

રાજેશ શર્માનાં પરિવારને સુખદ આશ્ચર્યમાં ત્યારે મુક્યા જ્યારે સોમનાથની સેવાભાવી સંસ્થાએ રાજેશના પરિવારનો પોલીસ મારફતે સંપર્ક કર્યો અને રાજેશ સોમનાથમાં હોવાની જાણ કરી.

રાજેશ શર્માનાં ભાઇ ઉમેશ શર્મા અને બહેન કુસુમ શર્માએ કહ્યું કે, જ્યારે અમને રાજેશ અંગે સમાચાર મળ્યાં ત્યારે અમારા પરિવારનીખુશીનો પાર ન રહ્યો અને રાજેશ ના ભાઈ બહેન રાજેશ ને લેવા સોમનાથ પહોંચ્યા.

નિરાધારનો આધાર’ આશ્રમ આ પ્રકારનાં માનસિક દિવ્યાંગોની સેવા છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યા છે. સોમનાથ પશ્ચિમ રેલવેનું અંતિમ સ્ટેશન હોય ટ્રેનમાં બેસેલા માનસિક દિવ્યાંગ લોકો છેલ્લે સોમનાથનાં રસ્તાઓ પર ફરતા જાેવા મળે છે. ત્યારે આ સંસ્થા આવા માનસિક દિવ્યાંગોને શોધીને પરિવાર સાથે મિલન કરાવે છે.

આશ્રમનાં વોલેન્ટિયર જનક પારેખનાં જણાવ્યાં પ્રમાણે, રાજેશ ૨ મહિના પેહલા આ સંસ્થાને મળ્યો હતો ત્યારે તેને વ્યવસ્થિત સ્થિતિમાં લાવીને તેના શહેર અને જિલ્લાનું સરનામું મેળવીને પોલીસ મારફતે સંસ્થાએ યુવકને પરિવાર સાથે મેળવ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.