Western Times News

Gujarati News

GRDની ૬૦૦ જગ્યાની ભરતીમાં હજારો યુવાનો ઉમટ્યા

બનાસકાંઠા, બનાસકાંઠાના પાલનપુરમાં ગ્રામ રક્ષદ દળ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે એક સાથે હજારો યુવકો આવી જતા વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. ગ્રામ રક્ષદ દળ માટે ૬૦૦ જેટલી જગ્યાઓ પર ઉમેદારી ભરતી પ્રક્રિયા યોજાઈ રહી છે ત્યારે તેની સામે હજારોની સંખ્યામાં યુવકો આવી જતા ભરતી માટે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા.

ભીડને કાબૂમાં કરવા માટે પોલીસને બળ પ્રયોગ કરવાની પણ ફરજ પડી હતી. હાલ સરકારી નોકરી મેળવવા માટે યુવાનોમાં ક્રેઝ વધી રહ્યો છે.

આગામી નજીકના સમયમાં આવી રહેલી લોક રક્ષક દળ, તેમજ પીએસઆઈ માટેની ભરતીને પણ ખૂબ જ મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ તૈયારી કરતા નજરે પડી રહ્યા છે. જાેકે જેટલા ઉમેદવારો ભરતી માટે ઉમેદવારી નોંધાવે છે તેની સામે તંત્રની પૂરતી તૈયારી ન હોય તો અવ્યવસ્થા સર્જાતી હોય છે. ત્યારે પાલનપુરમાં પણ આવા જ દ્રશ્યો જાેવા મળ્યા હતા.

ગ્રામ રક્ષક દળ માટે ભરતી પ્રક્રિયા યોજાઈ રહી છે તેમાં મોટી સંખ્યામાં યુવકો આવી જતા પોલીસ દ્વારા ભીડને નિયંત્રિત કરવા લાઠીનો પણ સહારો લેવામાં આવ્યો હતો.

૬૦૦ જેટલી જગ્યા માટે હજારોની સંખ્યમાં સરકારી નોકરી મેળવવા યુવકોનો ધસારો જાેવા મળી રહ્યો છે. તો બીજી તરફ પોલીસ પણ ભીડને નિયંત્રિત કરવા હાથમાં લાઠીનો સહારો લેતી જાેવા મળી હતી.

આ રીતે જીઆરડી જેવી ભરતીમાં પણ આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો આવી પડતા ગુજરાતમાં બેરોજગારીને લઈને કરવામાં આવતા દાવા અંગે અનેક પ્રશ્નો ઉભા થાય તે સ્વાભાવિક છે. અહીં એ પણ સવાલ ઉઠી રહ્યા છે કે ભરતીની જાહેરાત કરવામાં આવી ત્યારે શું તંત્રને અંદાજાે નહોતો કે કેટલી ભીડ ઉમટશે. અને જાે હતો તો પછી કેમ એ મૂજબની તૈયારીઓ ન કરવામાં આવી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.