Western Times News

Gujarati News

બનાસકાંઠા જિલ્લામાં GRDની ભરતીમાં અવ્યવસ્થા સર્જાતા સ્થાનિક અધિકારીઓ પર ઉઠ્યા અનેક સવાલો

 હજારોની સંખ્યામાં ઉમટેલા ઉમેદવારો પર પોલીસનો હળવો લાઠીચાર્જ

પોલીસના અધિકારીઓ જ કોરોના ભૂલી ચુક્યા છે વિશ્વ કોરોનાના ભરડામા છે ત્યારે હજારોની સંખ્યામાં ભરતી માટે યુવકોને બોલાવાતા સ્થાનિક અધિકારીઓ ઉપર સવાલો

બનાસકાંઠા જીલ્લાની અંદર જી.આર.ડી એટલે કે ગ્રામ રક્ષક દળની ખાલી જગ્યાઓની ભરતી પ્રક્રિયા આજરોજ પાલનપુર પોલીસ હેડ ક્વાટર ખાતે હાથ ધરવામાં આવી હતી જેમાં ક્યાંક ને ક્યાંક સ્થાનિક વહીવટી તંત્રની બેદરકારી સામે આવી છે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા હજારોની સંખ્યામાં ઉમેદવારોને ભરતીપ્રક્રિયામાં હાજર રહેવા સુચના અપતા આજરોજ વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં પોલીસ હેડ કવાર્ટર ખાતે બેરોજગાર યુવકો ઉમટી પડ્યા હતા.

જેને લઇ પોલીસ હેડક્વાર્ટર ખાતે ભારે ધક્કામુક્કી સર્જાઇ હતી બેરોજગાર યુવકોની ભીડ બેકાબુ બનતા સ્થાનિક પોલીસ દ્વારા ક્યાંકને ક્યાંક હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળે છે.

ત્યારે માત્ર 178 જેટલા ઉમેદવારોની ખાલી જગ્યાઓ ભરવા માટે હજારોની સંખ્યામાં ઉમેદવારોને ભરતીપ્રક્રિયામાં બોલવાતા સ્થાનિક વહીવટીતંત્ર ઉપર અનેક સવાલો ઉભા થયા છે ઉલ્લેખનીય છે કે વૈશ્વિક કોરોના મહામારી એ સમગ્ર વિશ્વને કોરોનાના ભરડામાં લીધો છે

ત્યારે કોરોના ની ત્રીજી લહેર પણ શરૂ થઈ ચૂકી છે અને ભારતના વિવિધ રાજ્યો ની અંદર કોરોના કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે પાલનપુર પોલીસ હેડ કોટર ખાતે યોજવામાં આવેલી જી.આર.ડી ભરતી માં 3500 જેટલા ઉમેદવારો હાજર રહ્યા હોવાનું ડીવાયએસપીએ જણાવ્યું હતું પરંતુ મીડિયા રિપોર્ટ પ્રમાણે ૬૦૦૦ જેટલા ઉમેદવારો હાજર રહ્યા હોવાનું પણ સામે આવે છે.

વધુ ઉમેદવારો હાજર રહ્યા હોવાની પ્રાથમિક માહિતી મળે છે ત્યારે આટલા ઉમેદવારોને એક સાથે ભરતી પ્રક્રિયામાં બોલાવાતા  એક મોટો સવાલ ઉભો થયો છે ભરતી પ્રક્રિયામાં સવારથી પોલીસ હેડક્વાર્ટરમાં ગેટ અંદર યુવકોએ અંદર જવા માટે ભારે ભીડ જામી હતી અને ભારે તકા મ્મકી સર્જાતા અનેક યુવકો ના જીવ જોખમમાં મુકાયા હતા.

જો આટલી મોટી ભીડ માં કોઈ યુવક નીચે પડી જાય અને દટાઇ મરી જાય તો તેનો જવાબદાર કોણ  કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તો જવાબદાર કોણ આવા અણીયાળા સવાલો સ્થાનિક વહીવટીતંત્ર ઉપર ઉઢવા લાગ્યા છે ઉલ્લેખનીય છે કે જી.આર.ડી ભરતી પ્રક્રિયામાં અસુવિધા સર્જાતા અનેક સવાલો ઉભા થયા છે ભારે ધક્કામુક્કી થતા અનેક યુવકો ભરતી પ્રક્રિયા કર્યા વગર જ પોતાના ઘરે પરત ફર્યા છે.

ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જીલ્લાની અંદર આ ભરતી પ્રક્રિયાનું અંતર ભરાયેલા ફોર્મ ની અંદર ૫૦૦૦ મીટરની દોડ જાહેર કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ વહીવટી તંત્ર દ્વારા આ દોડને 1600 મીટર 9.30 સેકન્ડ પૂરું કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમ છતાં પણ હજારોની સંખ્યામાં ઉમેદવારો આ ભરતી પ્રક્રિયામાં ઉપસ્થિત હતા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ભરતી પ્રક્રિયા ના રૂલ્સ બદલી દેવામાં આવ્યા હતા અને 3.30મિનિટ ની અંદર 800 મીટર દોડ નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ભરતીમાં પોલીસ હેડકવાર્ટરના ગેટ ની અંદર જવા માટે ઉમેદવારોએ ભારે ધક્કામુક્કી કરી હતી વહેલી સવારે ૪ વાગ્યાથી યુવકો લાઈનમાં હતા જે યુવકો ને મોડે મોડે પણ ૧૧ થી ૧૨ વાગ્યે ભરતી પ્રક્રિયા ગ્રાઉન્ડમાં જવા માટેનો મોકો મળ્યો હતો તો ભીડ બેકાબુ થતા કેટલાક યુવકો ભરતી પ્રક્રિયા અધૂરી છોડી ઘરે પરત ફર્યા હતા.

અધિકારીઓ પર અનેક સવાલો ઉભા થયા છે આ ભરતી પ્રક્રિયામાં અવ્યવસ્થા કઈ રીતે સર્જાય એક બાજુ ચાલી રહેલા કોરોના કાળની અંદર આટલા બધા યુવકોને ભેગા કરવા યોગ્ય છે કે કેમ ત્યારે આ બાબતે હવે સરકારના ઉચ્ચ અધિકારીઓ યોગ્ય પગલાં લે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે

આ ભરતી પ્રક્રિયામાં અમારા પ્રતિનિધિ સાથે ટેલિફોનિક વાતચીતમાં ડિ.વાય. એસ. પી. આર.કે.પટેલે જણાવ્યું હતું કે 3500જેટલા ઉમેદવારોની ભરતી પ્રક્રિયામા હાજર રહ્યા હતા પરંતુ મીડિયા રિપોર્ટ પ્રમાણે ૬૦૦૦ જેટલા ઉમેદવારો આ ભરતીપ્રક્રિયામાં હાજર રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું

અને 178 જેટલા ઉમેદવારોની ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું પણ સામે આવ્યુ છે સમગ્ર ભરતી પ્રક્રિયામાં  અવ્યવસ્થા સર્જાતા સ્થાનિક વહીવટીતંત્ર પર પણ સવાલો ઉભા થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.