Western Times News

Gujarati News

યુએસની ટેક કંપનીના હોદ્દા પર ભારતીયોનો દબદબો

વૉશિંગ્ટન, માઈક્રો-બ્લૉગિંગ સાઈટ ટ્‌વીટરના કો-ફાઉન્ડર જેક ડોર્સીએ સીઈઓપદ છોડી દેવાનુ એલાન કરી દીધુ છે. હવે ટ્‌વીટરના નવા સીઈઓપરાગ અગ્રવાલ નીમાયા. એટલે કે વધુ એક ભારતીયના હાથમાં અમેરિકી ટેક કંપનીની કમાન આવી ગઈ છે. અગાઉ કેટલાય અમેરિકી દિગ્ગજ ટેક કંપનીઓના સીઈઓતરીકે ભારતીય કામ કરી રહ્યા છે.

અહીં આપને કેટલીક મોટી અમેરિકી ટેક કંપનીઓ વિશે જાણકારી મળશે જેની કમાન ભારતીયોના હાથમાં છે. સુંદર પિચાઈએ આઈઆઈટી મદ્રાસથી અભ્યાસ કર્યો છે. તેમને ૨૦૧૫માં ગૂગલના સીઈઓબનાવાયા હતા.

વર્ષ ૨૦૧૯માં તેમને ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના પણ સીઈઓબનાવાયા. સુંદર પિચાઈએ ૨૦૦૪માં ગૂગલ જાેઈન કર્યું હતું. પિચાઈ ગૂગલ ટુલબારના લાઈક્સ, ક્રોમના ડેવલપમેન્ટ અને ગૂગલ બ્રાઉઝર પર કામ કરી ચૂક્યા છે.

૨૦૧૨માં તેમને પ્રોડક્ટ ડેવલપમેન્ટના સીનિયર વીપીબનાવાયા. ૨ વર્ષ બાદ તેઓ ગૂગલ અને એન્ડ્રૉયડ સ્માર્ટફોન ઓએસના પ્રોડક્ટ ચીફ બન્યા. સત્ય નડેલાએ વર્ષ ૨૦૧૪માં માઈક્રોસોફ્ટના સીઈઓબનાવાયા. સત્ય નડેલા ૧૯૯૨થી જ માઈક્રોસોફ્ટનો ભાગ રહ્યા છે.

સત્ય નડેલાએ માઈક્રોસોફ્ટમાં મેજર પ્રોડક્ટ પર કામ કર્યુ છે. આ કારણથી કંપનીને ક્લાઉડ કંપ્યૂટિંગ પર મૂવ કરવામાં મદદ મળી. તેમણે મનીપાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કર્ણાટકથી અભ્યાસ કર્યો છે. એપ્રિલ ૨૦૨૦માં અરવિંદ ક્રિષ્નાને આઈબીએમના સીઈઓબનાવાયા. તેમણે પોતાનુ કરિયર આઈબીએમૉથી ૧૯૯૦માં શરૂ કર્યું હતું.

અરવિંદ ક્રિષ્નાએ આઈઆઈટીકાનપુરથી અભ્યાસ કર્યો છે. અરવિંદ ક્રિષ્નાએ યુનિવર્સિટી ઓફ કૃષ્ણાએ ઇલિનોઇસ યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું છે.

શાંતનુ નારાયણ એડોબના સીઈઓ ૨૦૦૭થી છે. તેઓ કંપનીમાં ૧૯૯૮માં સીનિયર વીપીતરીકે જાેડાયા હતા. તેઓ પ્રોડક્ટ ડેવલપમેન્ટ સંભાળી રહ્યા હતા. ૨૦૦૫માં તેમને કંપનીના સીઓઓબનાવાયા અને તેના બે વર્ષ બાદ તેમને સીઈઓપદની જવાબદારી આપવામાં આવી. શાંતનુ નારાયણે ઓસ્માનિયા યુનિવર્સિટી હૈદરાબાદથી અભ્યાસ કર્યો છે.

એપ્રિલ ૨૦૨૧માં રઘુ રઘુરામનને વીએમવેરના સીઈઓબનાવાયા. તેમણે પોતાના કરિયરની શરૂઆત ફસ્ઉટ્ઠિીમાં ૨૦૦૩થી કરી હતી. કંપનીમાં તેઓ ટોપ પ્રોડક્ટ ઈએસએક્સઅને વીસ્પિઅરસંભાળી રહ્યા હતા. રઘુને આઈઆઈટી બોમ્બેથી અભ્યાસ કર્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.