Western Times News

Gujarati News

નેધરલેન્ડમાં યોજાયેલ વાઈબ્રન્ટ ૨૦૨૨ રોડ-શોને ભવ્ય સફળતા

ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિપુર્ણ આયોજન અને તે માટે કરેલા પ્રયાસોથી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે આટલાં વર્ષોમાં સમગ્ર વિશ્વમાં એક નવો માપદંડ પ્રસ્થાપિત કર્યો છે. વડાપ્રધાનશ્રીની પહેલને કારણે જ દેશમાં ગુજરાત આજે સૌથી વધુ બિઝનેસલક્ષી રાજ્ય બન્યું છે,

જેના પરિણામે વિકાસ ક્ષેત્રે ગુજરાત દેશભરમાં મોખરે રહ્યું છે. આ વિકાસનાં લાભો સમાજના દરેક વર્ગને મળી રહ્યાં છે. રાજ્યમાં આગામી તા. ૧૦થી ૧૨ જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ યોજાનાર છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પૂરજાેશમાં તૈયારીઓ ચાલી રહી છે.

જેના ભાગરૂપે વિવિધ દેશના શહેરોમાં રોડ શોનું આયોજન કરાયુ છે. ગ્રામ વિકાસ વિભાગના કમિશનર અને ગ્રામ વિકાસ સચિવ સુશ્રી સોનલ મિશ્રાના નેતૃત્વ હેઠળ રાજ્યના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે તા. ૨૩ નવેમ્બર,૨૦૨૧ના રોજ નેધરલેન્ડમાં રોડ-શો યોજાયો હતો.

સુશ્રી મિશ્રાએ રોડ-શોને ભવ્ય સફળ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, “અમને નેધરલેન્ડના પ્રતિનિધિઓ તરફથી પ્રોત્સાહજનક પ્રતિભાવ મળ્યો હતો અને નેધરલેન્ડ ફય્ય્જી ૨૦૨૨ માં ભાગીદાર થવા સંમત થયું છે.” નેધરલેન્ડ સરકારને તેમના અસાધારણ સહકાર બદલ આભાર માનતા સુશ્રી સોનલ મિશ્રાએ કહ્યું હતું કે, ગુજરાત આગામી તબક્કાના વિકાસ માટે બિઝનેસ, રોકાણકારો તથા અન્ય રસ ધરાવતા લોકોને આવકારવા સજ્જ છે.

આ પ્રતિનિધિમંડળે નેધરલેન્ડના રોકાણકારો તેમજ ઉદ્યોગ સાહસિકો સાથે ગ્રીન મોબિલિટી, ક્લીન એનર્જી, કૃષિ તથા સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત ક્ષેત્રોમાં રહેલી સંભાવનાઓ વિશે વિચાર-વિમર્શ કર્યો હતો. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એન.ડી.ડી.બી.)ના ચેરમેન મીનેષ શાહે ડેરી ઉદ્યોગ અંગે વિગતો આપી અમૂલની સફળતાની ગાથા વર્ણવી હતી. તેમણે કહ્યું કે, નેધરલેન્ડ વિશ્વનું સૌથી મોટું ડેરી ઉત્પાદક હોવાને નાતે ગુજરાતમાં સંશોધનમાં સહકાર તથા ડેરી ઉદ્યોગમાં ોકાણ કરી શકે છે.

વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલી દ્વિવાર્ષિક ઇવેન્ટ ફય્ય્જીમાં રોકાણકારોને ભાર રસ જાગ્યો છે અને તેમની ભાગીદારી પણ વધી રહી છે, પરિણામે રોકાણ અને વેપારની બાબતમાં ગુજરાત વૈશ્વિક મંચ પર પહોંચી ગયું છે. ૧૦મી સમિટ વીજીજીએસ ૨૦૨૨નું થીમ આર્ત્મનિભર ગુજરાતથી આર્ત્મનિભર ભારત છે.

છેલ્લા ઘણાં વર્ષથી સમિટને કારણે ગુજરાતની બિઝનેસલક્ષી રાજ્ય તરીકેની પ્રતિષ્ઠામાં વધારો થયો છે. તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં શરૂ કરવામાં આવેલી વાયબ્રન્ટ સમિટ બિઝનેસ નેટવર્કિંગ, નોલેજ શેરિંગ તથા વ્યૂહાત્મક ભાગીદાર માટે મહત્ત્વની ઇવેન્ટ બની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.