Western Times News

Gujarati News

કોઈ કારણોસર દર્દીનું મોત થઈ જાય તો ડોક્ટરને દોષ ના આપી શકાય: સુપ્રીમ

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, કોઇ પણ ડૉક્ટર પોતાના દર્દીને જીવનનું આશ્વાસન આપી શકે નહીં. તેઓ માત્ર પોતાની સર્વોત્તમ ક્ષમતા દ્વારા સારવાર કરવાનો પ્રયાસ કરી શકે છે. જાે કોઇ કારણોસર કોઇ દર્દીનું મોત થાય છે તો ડૉક્ટરો પર તબીબી બેદરકારીનો દોષ લગાવી શકાય નહીં.

જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ વી રામ સુબ્રમણ્યમની પીઠએ બોમ્બે હોસ્પિટલ અને ચિકિત્સા અનુસંધાન કેન્દ્રની અરજીનો સ્વીકાર કરતા રાષ્ટ્રીય ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગના તે આદેશને બાયપાસ કરી દીધો કે જેમાં ચિકિત્સા લાપરવાહીના કારણે દર્દી દિનેશ જયસ્વાલના મોત માટે આશા જયસ્વાલ અને અન્યને ૧૪.૧૮ લાખ રૂપિયાની ચૂકવણી આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.

મામલાનો રેકોર્ડ અને તર્કોને જાેયા બાદ પીઠે કહ્યું કે, અહીં એક એવો મામલો છે. જ્યાં દર્દી હોસ્પિટલમાં ભરતી થતાં પહેલા જ ગંભીર સ્થિતીમાં હતો, પણ સર્જરી અને મોટી સારવાર બાદ પણ દર્દી જીવીત રહી શકતો નથી, તો તેને ડોક્ટરની ભૂલ કહી શકાય નહીં.

આ તબીબી લાપરવાહીનો મામલો બનતો નથી. પીઠે ફરિયાદ કર્તાની આ દલીલને રદ કરી દીધી છે, કારણ કે, સર્જરી એક ડોક્ટર દ્વારા કરવામાં આવી હતી, એટલા માટે તે એકલા જ દર્દીની સારવારના અલગ અલગ પાસા માટે જવાબદાર હશે. પીઠે તેને ખોટી ધારણા ગણાવી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું, હોસ્પિટલમાં રહેતી સમયે એક ડોક્ટરથી દર્દીના બેડના કિનારે રહેવાની ઉમ્મીદ કરવી વધુ છે. આ મામલે ફરિયાદકર્તા દ્વારા આ આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા. એક ડોક્ટર પાસે યોગ્ય દેખરેખની ઉમ્મીદ કરી શકાય છે. માત્ર આ તથ્ય કે ડોક્ટર વિદેશ જતો રહ્યો હતો તો એને ચિકિત્સક બેદરકારીનો મામલો કહી શકાય નહીં.

સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું કે નિષ્ણાંત ડોકટરોની ટીમ દર્દીની સંભાળ લે છે પરંતુ નિયતિની યોજના અલગ હતી. બેન્ચે કહ્યું, “તે દુઃખદ છે કે પરિવારે તેમના પ્રિયજનને ગુમાવ્યા છે પરંતુ હોસ્પિટલ અને ડૉક્ટરને દોષી ઠેરવી શકાય નહીં કારણ કે તેઓએ દરેક સમયે જરૂરી કાળજી લીધી હતી.”

કોર્ટની પીઠે કહ્યું કે, સુપર-સ્પેશિયાલાઈઝેશનના વર્તમાન યુગમાં એક ડૉક્ટર દર્દીની તમામ સમસ્યાઓનો ઉકેલ નથી. દરેક સમસ્યાનો નિકાલ સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંત દ્વારા કરવામાં આવે છે. તબીબી બેદરકારી માટે હોસ્પિટલ અને ડૉક્ટરને દોષી ઠેરવતા કમિશનના તારણો કાયદા અનુસાર ટકાઉ નથી. વચગાળાના આદેશ હેઠળ ફરિયાદીને ચૂકવવામાં આવેલા પાંચ લાખ રૂપિયા એક્સ-ગ્રેટિયા પેમેન્ટ તરીકે ગણવામાં આવશે.

૨૨ એપ્રિલ ૧૯૯૮ ના રોજ હોસ્પિટલમાં દાખલ દર્દી દિનેશ જયસ્વાલએ ૧૨ જૂન ૧૯૯૮ ના રોજ અંતિમ શ્વાસ લીધા હતાં. હોસ્પિટલે તેઓની પાસેથી સારવાર માટે ૪.૦૮ લાખ રૂપિયા લીધા હતાં. જાે કે, પરિવારજનોએ એવો આક્ષેપ કર્યો હતો કે, ગેંગરીનના ઓપરેશન બાદ બેદરકારી દાખવવામાં આવી. ડૉક્ટર વિદેશ પ્રવાસે હતાં અને ઈમરજન્સી ઓપરેશન થિયેટર પણ ઉપલબ્ધ ન હોતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.