Western Times News

Gujarati News

વાઇબ્રન્ટ ગુજરાતની તડામાર તૈયારીઓની શરૂઆત

 મેસ્સી મૂઍન્ચેન ઇન્ડિયા ધ્વારા હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 3 મેગા એક્ઝિબિશનનું આયોજન

(જનક પટેલ ગાંધીનગર)  વર્ષ 2022 ની 10 વાઇબ્રન્ટ ગુજરાત સમિટને સફળ બનાવવા ગુજરાત સરકારે તૈયારી પુરજોશમાં શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે વર્ષ 2019 માં 15 દેશ એ વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લીધો હતો ત્યારે આ વર્ષે ૨૫ દેશ આ સમિટમાં ભાગ લે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

આ થી મેસ્સી મૂઍન્ચેન ઇન્ડિયા ધ્વારા તા 2 થી તા 4 ડિસેમ્બર 2021 દરમિયાન હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 3 મેગા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મહત્ત્વના ત્રણ એકક્ષ્પો જેવા કે ડ્રિન્ક  ટેકનોલોજી ઇન્ડિયા IFAT ઇન્ડિયા અને ઈન્ટર સોલાર ઇન્ડિયા  જુદા જુદા ઇન્ડસ્ટ્રીઝના એકસ્પો  એક્ઝિબિશન યોજાશે.

ડ્રિન્ક  ટેકનોલોજી એ ભારત દેશમાં પીણા ઇન્ડસ્ટ્રીઝ, ડેરી અને લિક્વિડ ફૂડ સેકટર માટે નો મેળો છે IFAT ઇન્ડિયા એ પાણી ઘટના ઘન કચરો અને રિસાયક્લિંગ ક્ષેત્ર માટેનું પ્લેટફોર્મ છે અને ઈન્ટર સોલાર એ સૌર ઉર્જા, પીવી ઉત્પાદન અને થર્મલ તકનીકોનું પ્રદર્શન છે.

આ ત્રણેય મેળા નો ઉદ્દેશ પ્રદશકો, ખરીદદારો અને મુલાકાતીઓ માટે આકર્ષક અનુભવ બનાવવા માટે એક નવીનતમ ઉચ્ચતમ અને શ્રેષ્ઠતમ ટેકનોલોજી પ્રદાન કરવા માટેનો છે,  તેમજ નવા બિઝનેસની તકો પૂરી પાડવાનો છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.