Western Times News

Gujarati News

દ. આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં ઋષભ પંતને પડતો મૂકાયો

ભારત અને દક્ષિણ આફ્રિકા આવતીકાલે વિશાખાપટ્ટનમ ખાતે ત્રણ ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ રમશે. ઋષભ પંતને આ ટેસ્ટમાં ડ્રોપ કરવામાં આવ્યો છે અને રિદ્ધીમાન સાહા વિકેટકીપિંગ કરશે. ભારતના કપ્તાન વિરાટ કોહલીએ મેચ પહેલાની પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું હતું કે, “મારા અનુસાર સાહા વર્લ્ડનો બેસ્ટ વિકેટકીપર છે. જ્યારે તક મળી ત્યારે તેણે બેટ વડે પણ યોગદાન આપ્યું છે. તે ઇજાના લીધે ટીમની બહાર થયો હતો. હોમ સીઝનમાં વિકેટ પાછળ તે મહત્ત્વનો રોલ ભજવશે અને આવતીકાલની મેચમાં વિકેટકીપર તરીકે ફરજ નિભાવશે.

સાહા પોતાની અંતિમ ટેસ્ટ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ કેપટાઉન ખાતે જાન્યુઆરી 2018માં રમ્યો હતો. તે પછી તે ઇજાના લીધે ટીમની બહાર થયો હતો. તેની ગેરહાજરીમાં પંત છેલ્લી 11 ટેસ્ટમાં વિકેટકીપર તરીકે રમ્યો હતો. પંતે ઓસ્ટ્રેલિયા 159 રનની ઇનિંગ્સ રમીને પોતાની પ્રતિભા પુરવાર કરી હતી. જોકે વિકેટ પાછળ ખરાબ પ્રદર્શન અને સતત સારો દેખાવ ન કરતા ફરી એકવાર સાહાને તક મળી છે. સાહાએ ભારત માટે 32 ટેસ્ટમાં 3 સદી અને ફિફટીની મદદથી 1164 રન કર્યા છે.

સાહાને ટાઈમ આપવા વિન્ડીઝ વિરુદ્ધ પંત કીપર તરીકે રમ્યો હતો કોહલીએ કહ્યું કે, ઇજામાંથી પરત ફર્યા પછી અમે રીધ્ધીમાન સાહાને સમય આપતા હોવાથી તેને વિન્ડીઝ સામે રમાડવામાં આવ્યો ન હતો. તે સારી બેટિંગ કરી રહ્યો હતો અને કીપિંગ પણ યોગ્ય રીતે કરી રહ્યો હતો. પરંતુ અમે તેને વધુ સમય આપવા માગતા હતા તેમજ પંતને પણ તે સાથે તક મળી હતી. હવે સમય આવી ગયો છે કે સાહા પોતાનું સ્થાન પાછું લે. તે ટેસ્ટમાં અમારો ફર્સ્ટ ચોઈસ વિકેટકીપર છે, તેણે દબાણમાં પણ સારો દેખાવ કરી બતાવ્યો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.