Western Times News

Gujarati News

મલાઈકા અરોરાનો સાઈકલ ચલાવતો ફોટો અર્જુને શેર કર્યો

મુંબઈ, અર્જુન કપૂર અને મલાઈકા અરોરા અત્યારે માલદીવ્સમાં વેકેશન એન્જાેય કરી રહ્યા છે. આ કપલે પોતાના વેકેશનના ફોટોસ અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કર્યા છે. અર્જુન અને મલાઈકાએ પોતપોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ્‌સ પર પોતાની તસવીરો તો શેર કરી જ છે, પણ હવે અર્જુન કપૂરે મલાઈકા અરોરા સાથેનો વીડિયો પણ શેર કર્યો છે.

અર્જુન કપૂરે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટની સ્ટોરીમાં ત્રણ વીડિયો શેર કર્યા છે. આ વીડિયોમાં જાેઈ શકાય છે કે મલાઈકા અરોરા સ્વિમવેર પહેરીને સાઈકલ ચલાવી રહી છે.

આ ફોટોની સાથે જ અર્જુન કપૂરે લખ્યું છે કે, સાઈકલ ચલાવવામાં તે એક્સપર્ટ નથી. અન્ય એક વીડિયોની સાથે અર્જુને લખ્યું છે કે, તેને ખબર નથી કે હું વીડિયો શૂટ કરી રહ્યો છું. અર્જુન કપૂરે અન્ય એક વીડિયો શેર કર્યો છે, જેમાં મલાઈકા અરોરા સાઈકલને એકાએક બ્રેક મારે છે અને ચીસો પાડવા લાગે છે.

ઉલ્લેખનીય છે કે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા માલદીવ વેકેશન પર ગયા તે પહેલા તેમના બ્રેકઅપની ખબરો સામે આવી હતી. એવી અટકળો ચાલી રહી હતી કે કપલ વચ્ચે મતભેદ થયા છે જેના કારણે એકબીજા સાથે વાત નથી કરી રહ્યા.

જાે કે અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના આ વેકેશનની તસવીરોને કારણે તમામ ખબરો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયો છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લગભગ ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. તે ઘણી વાર ડેટ પર, ડિનર પર અથવા વેકેશન પર સાથે જાેવા મળતા હોય છે. બોલિવૂડની પાર્ટીઓમાં પણ તેઓ સાથે જાેવા મળે છે.

આ બન્ને લાંબા સમય સુધી પોતાના રિલેશનશિપ પર ચુપ્પી સાધી હતી, પરંતુ હવે તેઓ પોતાના સંબંધો બાબતે ખુલીને વાત કરે છે. અત્યારે બોલિવૂડમાં લગ્નની સીઝન ચાલી રહી છે, ત્યારે અર્જુન અને મલાઈકા પણ ટુંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવવાની જાહેરાત કરે તો નવાઈ નહીં.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.