Western Times News

Gujarati News

નોકરી મેળવવા વિદેશ જતાં લોક લેભાગુ એજન્ટોનો ભોગ બનતાં પહેલા આ વેબસાઈટ જોઈ લો

વિદેશમાં રોજગારી અર્થે જતા ઉમેદવારોએ માન્‍યતા ધરાવતી સંસ્‍થાઓની યાદી ચકાસી લેવી-વિદેશ મંત્રાલય દ્વારા નોંધણી કરાવેલ ભરતી એજન્‍ટોના માધ્‍યમથી વિદેશ જવું

નડિયાદ-ભારત સરકારના વિદેશ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા વિદેશ રોજગાર માટે જવા ઇચ્છુક ઉમેદવારો વિવિધ ઠગ/લેભાગુ એજન્ટોના ભોગ ન બને તે માટે વિદેશ રોજગાર માટેની સેવાઓ આપતી તેમજ Ministry of External Affairs & Overseas  Indian Affairs-India, New Delhi તરફથી માન્યતા ધરાવતી નોંધાયેલ સંસ્થાઓની યાદી Website https://emigrate.gov.in  પર પ્રસિધ્ધ કરવામાં આવી છે.

વિદેશમાં કારકિર્દી ઘડવા તેમજ  નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ ફક્ત વિદેશ મંત્રાલય દ્વારા નોંધણી કરાવેલ  ભરતી એજન્ટોના માધ્યમથી જ વિદેશ જવું. લેભાગુ અને ઠગ એજન્ટો દ્વારા ન જવું કે જેનાથી આપની છેતરામણી થવાની શક્યતા છે.

વિદેશ જતા સમયે કોઇપણ વ્યક્તિ દ્વારા આપવામાં આવતું કોઇપણ પ્રકારનું પેકેટ લઇને જવું નહીં, જેથી આપ ફસાઇ ન જાઓ. જતા પહેલા જે કામ માટે જાવ તે માટેનું સંપૂર્ણ પ્રશિક્ષણ/તાલીમ મેળવીને જવું. વિદેશમાં જતાની સાથે જ ભારતીય દૂતાવાસ નો સંપર્ક કરવા જેવી બાબતોને ધ્‍યાનમાં લેવી. વધુ માહિતી માટે ટોલ ફ્રી નં-૧૮૦૦ ૧૧ ૩૦૯૦  ઉપર સંપર્ક કરવા પ્રાદેશિક રોજગાર અધિકારી, નડીઆદની યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.