Western Times News

Gujarati News

બુલંદશહરમાં RLD નેતાના કાફલા પર હુમલો,૧ મોત થયું

બુલંદશહર, ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં આરએલડી નેતાના કાફલા પર ગોળીબાર થયો છે જેમાં એકનું મોત થયું છે, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાથમિક માહિતી મુજબ ૫૦થી વધુ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર આરએલડી નેતા હાજી યુનુસને હાથમાં ગોળી વાગી છે.

બુલંદશહરમાં, આરએલડી નેતા હાજી યુનુસના કાફલા પર રવિવારે કોતવાલી ગ્રામ્ય વિસ્તારના ભાઈપુર ગામ નજીક સ્વચાલિત હથિયારોથી સજ્જ બદમાશોએ હુમલો કર્યો હતો. આ દરમિયાન હાજી યુનુસ લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યા હતા.

હાજી યુનુસનું કહેવું છે કે ૫ અજાણ્યા હુમલાખોરોએ તેમના કાફલા પર ગોળીબાર કર્યો હતો. જેમાં એકનું મોત થયું હતું, જ્યારે ૪ ઘાયલ થયા હતા. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે ઘટનાની તપાસ શરૂ કરી છે. મેરઠ આઈજીએ કૌટુંબિક અદાવતમાં હુમલો કરવાની વાત કહી છે.

મળતી માહિતી મુજબ બુલંદશહરના રહેવાસી હાજી યુનુસ એક લગ્ન સમારોહમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યા હતા. જ્યારે તેઓ ભાઈપુર ગામ નજીક પહોંચ્યા હતા. તે જ સમયે એક કારમાં સવાર, ૫થી વધુ હુમલાખોરો સ્થળ પર પહોંચ્યા અને તેમના કાફલા પર ગોળીબાર શરૂ કર્યો. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.

માહિતી મળતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાજી યુનુસનો આરોપ છે કે છેલ્લા ૬ મહિનાથી હત્યાની આશંકાથી તે એસએસપી પાસે સુરક્ષા માટે વિનંતી કરી રહ્યો છે, પરંતુ તેમને કોઈ સુરક્ષા આપવામાં આવી નથી.

બીજી તરફ ઘાયલોની ગંભીર હાલતને જાેતા દિલ્હી હાયર સેન્ટર રેફર કરવામાં આવ્યા છે. હાજી યુનુસે તેમની હત્યાને લઈને તેમના મોટા ભાઈ હાજી અલીના પુત્ર અનસ પર હુમલાની આશંકા વ્યક્ત કરી છે. અનસ હાલમાં તેના પિતા હાજી અલીની હત્યાના કેસમાં ડાસના જેલમાં બંધ છે. એસએસપી સંતોષ કુમાર સિંહનું કહેવું છે કે જેલમાં બંધ અનસની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં ઘટનાનો ખુલાસો કરવામાં આવશે.

બુલંદશહેરના ભાઈપુર ગામમાં પૂર્વ બ્લોક પ્રમુખ હાજી યુનુસના કાફલા પર થયેલા હુમલા અંગે મેરઠના આઈજી પ્રવીણ કુમારનું કહેવું છે કે આ ફાયરિંગ પારિવારિક દુશ્મનાવટને કારણે કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગમાં ૫ લોકો ઘાયલ થયા છે. એકનું મોત થયું છે અને ૪ લોકો હજુ પણ ઘાયલ છે. જેમની વિવિધ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.