Western Times News

Gujarati News

બિહારના ગયામાં પ્રેમ સંબંધમાં અવરોધ બનેલા પતિની પત્નીએ હત્યા કરાવી

ગયા, બિહારના ગયા જિલ્લામાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં પત્નીએ જ સોપારી આપીને પતિની હત્યા કરાવી છે. આ ઘટના બાદ શોક વ્યક્ત કરવાને બદલે તેણે તેનો વીડિયો બનાવ્યો હતો.

હત્યાના કલાકો પછી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં રસ્તા પર પડેલા વેપારીના મૃતદેહ પાસે પીળા સૂટમાં ઊભેલી એક મહિલા વેપારીની છાતીમાં દેખાઈ રહેલા ગોળીઓના નિશાન અને લોહીની તસવીરો લઈ રહી છે. મૃતકના સંબંધીઓને આ વાત વિચિત્ર લાગી. જે બાદ પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી.

તેના પછી પોલીસને મોટી સફળતા મળી. પોલીસે હત્યાના કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. તેની સાથે ધરપકડ કરાયેલા લોકો પાસેથી હથિયાર પણ મળી આવ્યા છે. આ અંગે ગયાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક આદિત્ય કુમારે જણાવ્યું કે ૨૩ ઓક્ટોબરની રાત્રે જિલ્લાના શેરઘાટી પોલીસ સ્ટેશન વિસ્તારના કાઝી મોહલ્લામાં આવેલી રૂબી શૃંગારની દુકાનના સ્ટાફ મોહમ્મદ તૈયબ આલમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જ્યારે તપાસમાં લાગેલી પોલીસને આ સંબંધિત વીડિયો મળ્યો તો સમગ્ર મામલો સામે આવ્યો.

મહિલાનું અસલી રૂપ જાેઈને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. મૃતકની પત્નીએ આખી જીંદગી તેના પ્રેમી સાથે વિતાવવા પતિની હત્યા કરી નાખી હતી. ગુનેગારોએ મૃતકના ઘર પાસે આ ઘટનાને અંજામ આપ્યો હતો. જે બાદ મૃતકની પત્ની ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં તેણે આંસુ વહાવવાને બદલે લાશનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું.

તેના પછી પોલીસે આ ઘટનાને પડકાર તરીકે લીધી હતી. એસએસપીએ જણાવ્યું કે આ કેસમાં સિટી એસપી રાકેશ કુમારના નેતૃત્વમાં એક વિશેષ ટીમ પણ બનાવવામાં આવી હતી. ત્યારથી પોલીસ આ મામલે સતત તપાસ કરી રહી હતી. આ દરમિયાન ગુપ્ત માહિતી મળી હતી કે આ ઘટનામાં સામેલ ગુનેગારો શેરઘાટી પોલીસ સ્ટેશન વિસ્તારના હમઝાપુર ગામ પાસે કોઈ મોટી ઘટનાને અંજામ આપવા માટે એકઠા થયા છે.

જે બાદ ઝડપી કાર્યવાહી કરીને અનેક પોલીસ સ્ટેશનની પોલીસ દ્વારા હમઝાપુરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. એસએસપીએ જણાવ્યું કે મૃતકના ભાઈ શહાદતે પહેલા જ દિવસે શેરઘાટી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ સાથે આ વાયરલ વીડિયોની ચર્ચા કરતા જણાવ્યું કે મૃતકની પત્ની પણ કોઈને કોઈ રીતે હત્યામાં સામેલ છે. તેમણે જણાવ્યું હતું કે ગુનેગારોને સ્થળ પર જ ધરપકડ કરાઈ છે.

મો. જીશાન નામના આરોપીએ સોપારી લીધી હતી. તેમણે જણાવ્યું કે પૂછપરછ દરમિયાન ગુનેગારોએ માહિતી આપી હતી કે મૃતક મોહમ્મદ તૈયબ આલમની પત્ની અફશા પરવીને તેના પતિની હત્યા માટે જીશાનને સોપારી આપી હતી.

અફશા પરવીન પહેલા તેના પ્રેમી સાથે પરણી હતી. તેના પછી તેણે તૈયબ આલમ સાથે બીજા લગ્ન કર્યા. અફશા પરવીને તેના પતિ તૈયબ આલમની હત્યા માટે ૨ લાખની સોપારી આપી હતી. ૮૦ હજાર રૂપિયા એડવાન્સ આપવામાં આવ્યા હતા. બાકીના રૂપિયા કામ પતાવ્યા પછી આપવાની વાત હતી. આ કેસમાં મૃતકની પત્ની અફશા પરવીનની પણ પોલીસે ધરપકડ કરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.