Western Times News

Gujarati News

ન્યૂઝીલેન્ડને ૩૭૨ રને હરાવીને ભારતે ૧-૦થી શ્રેણી જીતી લીધી

નવીદિલ્હી, ભારતે ન્યૂઝીલેન્ડની ટીમની ૩૭૨ રને હરાવીને ભવ્ય જીત હાંસલ કરી છે. ભારત આ જીત સાથે ૦-૧થી આગળ નિકળી ગયું છે.ભારતે ૫૪૦ રનનું લક્ષ્યાંક આપ્યું હતું. જેની સામે ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર ૧૬૭ રનોમાં જ સમેટાઈ ગઈ. ચોથા દિવસમાં પહેલાં જ સેશનમાં ભારતે આ શાનદાર જીત મેળવી લીધી છે. મુંબઈ ટેસ્ટમાં જયંત યાદવ અને રવિચંદ્રન અશ્વિને ૪-૪ વિકેટ ઝડપી હતી. આ સાથે જ ૨ ટેસ્ટ મેચની શ્રેણી ભારતે ૧-૦થી જીતી લીધી છે. કાનપુર ખાતે રમાયેલી પહેલી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી.

ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટીમ ઈન્ડિયાને મેચ અને સિરીઝ પર કબજાે કરવા માટે સોમવારે માત્ર ૪ વિકેટની જરૂર હતી, જે તેણે સરળતાથી હાંસલ કરી લીધી. ભારતે કીવી ટીમને ૩૭૨ રને હરાવ્યું. રનના મામલામાં ભારતીય ક્રિકેટ ટીમની આ સૌથી મોટી જીત છે.

રનના મામલે ટીમ ઈન્ડિયાની સૌથી મોટી ટેસ્ટ જીત-,૩૭૨ રન વિ ન્યુઝીલેન્ડ (૨૦૨૧),૩૩૭ રન વિ દક્ષિણ આફ્રિકા (૨૦૧૫),૩૨૧ રન વિ ન્યુઝીલેન્ડ (૨૦૧૬),ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ૩૨૦ રન (૨૦૦૮).HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.