Western Times News

Gujarati News

કોરોનાથી સાજા થનારામાં ઓમિક્રોનની વધુ સંભાવના

સિંગાપુર, કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈને દુનિયામાં ડરનો માહોલ છે. ઓમિક્રોન અત્યાર સુધી ૩૮ દેશોમાં ફેલાયો છે. દરરોજ ઓમિક્રોનના નવા કેસ સામે આવી રહ્યાં છે.

આ વેરિએન્ટ ડેલ્ટા કરતા પણ વધુ ખતરનાક છે પરંતુ હજુ તેના વિશે વૈજ્ઞાનિકો વધુ જાણકારી મેળવી શક્યા નથી. આ વચ્ચે સિંગાપુરના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી ઓમિક્રોનને લઈને જે વાત કહેવામાં આવી છે તે ચિંતાજનક છે.

સિંગાપુરના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ છે કે શરૂઆતી સ્ટડીથી જાણવા મળ્યું છે કે ઓમિક્રોન ડેલ્ટા અને બીટાની તુલનામાં વધુ સંક્રામક છે. સાથે તે પણ કહ્યું છે કે કોરોનાથી સાજા થઈ ચુકેલા લોકોમાં ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત થવાની વધુ સંભાવના છે. વેક્સીનના પ્રભાવને લઈને પણ શંકા જાહેર કરવામાં આવી છે કારણ કે ત્યાં ૩૭ વર્ષનો વ્યક્તિ જે વેક્સીનના બંને ડોઝ લઈ ચુક્યો હતો તે પણ ઓમિક્રોનથી સંક્રમિત મળ્યો છે.

સિંગાપુરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૫૫૨ નવા કેસ સામે આવ્યા છે. સિન્હુઆ સમાચાર એજન્સી અનુસાર નવા કેસમાં ૫૨૩ સમુદાય, ૧૪ પ્રવાસી શ્રમિકો અને ૧૫ બહારના છે, જેથી રવિવાર સુધી દેશમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૨૬૯,૨૧૧ થઈ ગયા.

વર્તમાનમાં હોસ્પિટલમાં કોરોનાના કેસ ૮૬૩ છે, જેમાંથી ૧૫૫ સંક્રમિતોને સામાન્ય વોર્ડમાં ઓક્સીજનની જરૂર છે, જ્યારે છ કેસ ગંભીર છે અને આઈસીયૂમાં છે. સાથે ૫૨ અન્ય દર્દી પણ આઈસીયૂમાં છે.

સિંગાપુરના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૧૩ લોકોના મૃત્યુ થયા છે. જેનાથી મૃત્યુઆંક વધીને ૭૫૯ થઈ ગયો છે. આ સિવાય સ્વાસ્થ્ય મંત્રાલયે એક બાહરી કોરોના કેસની જાણકારી મેળવી છે, જેનો ઓમિક્રોન વેરિએન્ટ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સંક્રમિત વ્યક્તિનું રસીકરણ થઈ ગયું છે અને તેમાં હળવા લક્ષણ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.