Western Times News

Gujarati News

મહિલા ૧૫૦થી વધુ લોકોના અંતિમ સંસ્કારમાં જઈ ચૂકી છે

લંડન, જાે તમે ક્યારેય કોઈના અંતિમ સંસ્કારમાં ગયા હશો તો ત્યાંના માહોલથી પરિચિત જ હશો. રડતા પરિજનો, ઉદાસ ચહેરા અને ચારેબાજ ફક્ત સન્નાટો. સામાન્ય રીતે લોકોને કોઈના અંતિમ સંસ્કારમાં જવું નથી ગમતું અને એ દિવસો પણ ન આવે એવી પ્રાર્થના કરતા હોય છે કેમકે, પોતાની નજીકની વ્યક્તિનો પાર્થિવ દેહ જાેવો બહુ દુઃખદ અનુભવ આપી જાય છે.

જાેકે, ઇંગ્લેન્ડમાં એક મહિલા એવી છે જેને અંતિમ સંસ્કારમાં જવું ગમે છે! લંડનના ઇઝલિંગ્ટનમાં રહેતી ૫૫ વર્ષની જીન ટ્રેન્ડ હિલ એક એક્ટ્રેસ છે, આર્ટિસ્ટ છે અને તેમને ફોટોગ્રાફી કરવાનો શોખ છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે તેઓ વધુ એક અજીબોગરીબ શોખ ધરાવે છે જેને લીધે એ ચર્ચામાં રહે છે.

વાત એમ છે કે, જીનને અજાણ્યા લોકોના અંતિમ સંસ્કારમાં જવું પસંદ છે. ધ સન વેબસાઈટની રિપોર્ટ મુજબ તે કેટલીક વખત તો એક મહિનામાં ૪ લોકોને ત્યાં પહોંચી જાય છે. જીને જણાવ્યું કે જ્યારે તે ૧૪ વર્ષની હતી ત્યારે તેના પિતાનું ૫૬ વર્ષની વયે લંગ ઈન્ફેક્શનથી મૃત્યુ થયું હતું.

જીન સંપૂર્ણપણે ભાંગી પડી હતી. એટલું જ નહીં, ૬ વર્ષ પછી તેની માતાનું પણ અવસાન થયું હતું. પિતાના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કર્યા બાદ તેણે પોતે જ માતાના અંતિમ સંસ્કારની તૈયારી કરી હતી. ત્યારથી પરિવારના સભ્યો તેને અંતિમ સંસ્કાર અરેન્જ કરવા માટે બોલાવે છે.

આ દરમ્યાન તે પરિવારના સભ્યોના મૃત્યુથી એટલી દુઃખી થઈ ગઈ કે તેણે કબ્રસ્તાનમાં જ વધુ સમય પસાર કરવાનું શરૂ કર્યું. ધીમે-ધીમે મહિલા કબ્રસ્તાનમાં જઈને લોકોના સ્કેચ બનાવવા લાગી અને ત્યાં ફોટા પાડવા લાગી.

રિપોર્ટ અનુસાર છેલ્લા ૧૦ વર્ષમાં મહિલા ૧૫૦થી વધુ અજાણ્યા લોકોના અંતિમ સંસ્કારમાં હાજર રહી છે. તેણે કહ્યું કે જ્યારે તે કબ્રસ્તાનમાં જાય છે ત્યારે તે પોતાને માતા-પિતાની નજીક અનુભવે છે.

તેણે એ પણ કહ્યું કે તે ખૂબ જ ધાર્મિક છે અને તેને લાગે છે કે મૃત્યુ પછી પણ એક બીજી દુનિયા છે જ્યાં લોકો રહે છે. હવે તે કબ્રસ્તાનની દેખરેખનું કામ પણ કરે છે. તેણે અનેક જૂના લોકોની કબરોમાંથી ચોરાયેલા પથ્થરો ફરી લગાવવાનું કામ પણ કર્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.