Western Times News

Gujarati News

અમદાવાદ ડિવિઝને પેસેન્જર આવકમાં રૂ.500.00 કરોડનો માઈલસ્ટોન પ્રાપ્ત કર્યો

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને 04 ડિસેમ્બર 2021ના રોજ 248 દિવસમાં 500.00 કરોડ રૂપિયાની પેસેન્જર આવકનો નોંધપાત્ર માઇલસ્ટોનને પાર કરીને રેકોર્ડ સ્થાપિત કર્યો છે..

ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી તરુણ જૈનના ઉર્જાવાન નેતૃત્વ, સક્ષમ માર્ગદર્શન અને દૂરદર્શિતા  પૂર્ણ પ્રેરણાને કારણે આ મોટી સિદ્ધિ શક્ય બની છે.ડિવિઝને તેની આવક વધારવા માટે શક્ય તેટલા ઉત્કૃષ્ટ પ્રયાસો કર્યા છે. અને વિવિધ સ્તરે તેની ગતિશીલતા ચાલુ રાખી છે.

જો કે કોવિડ-19 મહામારીની અત્યંત વિકટ પરિસ્થિતિને કારણે, યાત્રીઓના ટ્રાફિકને ઘણી મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરવો પડ્યો હતો. આમ છતાં પોતાના સતત પ્રયાસોથી આ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

ડિવિઝનલ રેલવે પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું હતું કે પોપ્યુલર ટ્રેનોના વેઇટિંગ લિસ્ટના રોજ-રોજના વિશ્લેષણને કારણે આ સીમાચિહ્ન પ્રાપ્ત થયેલ છે.અને આવી ટ્રેનોમાં વધારાના કોચનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેનું અમલીકરણ કરવામાં આવ્યું હતું. આના પરિણામે ડિવિઝનમાં 631 વધારાના કોચ ઉમેરવામાં આવ્યા અને રૂ.500 કરોડની પેસેન્જર આવકનો આંકડો પાર કરી શકાયો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.