Western Times News

Gujarati News

બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે: નીતિશ કુમાર

પટણા, બિહાર સરકારે જાતિ વસ્તીગણતરી અંગે મોર્ટોનિણય લીધો છે. રાજ્ય સરકાર પોતાના ખર્ચે જાતિ ગણતરી હાથ ધરશે,મુખ્યમંત્રી નીતિશ કુમારે આ જાહેરાત કરી હતી. જનતા દરબાર બાદ પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું કે તમામ તૈયારીઓ થઇ ગઇ છે. જ્ઞાતિની વસ્તી ગણતરી ઝીણવટભરી રીતે હાથ ધરવામાં આવશે.

બિહાર સરકાર આ કામ પારદર્શક રીતે કરશે , કોઈપણ પ્રકારની ભૂલ કરવામાં આવશે નહીં. સર્વપક્ષીય બેઠક બાદ તેને આખરી ઓપ આપવામાં આવશે. તમામ રાજકીય પક્ષો સહમત થયા છે. અમે ટૂંક સમયમાં સર્વપક્ષીય બેઠક બોલાવીશું .

ડેપ્યુટી સીએમ અને તેમની પાર્ટીના તમામ લોકો સાથે વાત કરી છે. તારીખ નક્કી કર્યા બાદ ટૂંક સમયમાં બેઠક યોજવામાં આવશે,ઉલ્લેખનીય છે કે પહેલા કર્ણાટક પોતાના સ્તરેથી જાતિ ગણતરી કરી ચૂક્યું છે. હવે જાતિ ગણતરી હાથ ધરનાર બિહાર દેશનું બીજું રાજ્ય બની જશે.

સીએમ નીતિશે કહ્યું, ‘આમાં દરેકનો અભિપ્રાય જરૂરી છે. જ્ઞાતિની વસ્તી ગણતરી કેવી રીતે કરાવવી, ક્યારે કરાવવી, કયા માધ્યમથી આ તમામ બાબતોનો ર્નિણય બેઠકમાં સૌથી વધુ અભિપ્રાય લીધા બાદ લેવામાં આવશે. દરેકની સંમતિથી જે પણ બહાર આવશે તે તેના આધારે કરવામાં આવશે.

તે ખૂબ જ સારી રીતે કરવામાં આવશે જેથી કંઈપણ ચૂકી ન જાય શિયાળુ સત્રમાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે ફરીથી સીએમ નીતિશ કુમારને મળ્યા અને જાતિ ગણતરીની માંગ કરી. જેમાં નીતિશ કુમારે તેજસ્વી યાદવને ખાતરી આપી હતી કે ટૂંક સમયમાં સર્વપક્ષીય બેઠક યોજીને જાતિ ગણતરીને આખરી ઓપ આપવામાં આવશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.