Western Times News

Gujarati News

પ્લાસ્ટિક ઉત્પાદનના નિયમન અંગે વડોદરા જિલ્લા કલેક્ટરએ ઉત્પાદકોના મંડળ સાથે બેઠક યોજી

વડોદરા : જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે પ્લાસ્ટિક ઉત્પાદનોના નિયમન અને નિયંત્રણના સૂચિત કાયદાના સંદર્ભમાં પ્લાસ્ટિક ઉત્પાદકોના મંડક સાથે બેઠક યોજી હતી. આ બેઠકના વિચાર વિમર્ષમાં મ્યુનિસિપલ કમિશ્નર શ્રી નલિન ઉપાધ્યાય અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી કિરણ ઝવેરી પણ જોડાયા હતા.

જિલ્લા કલેક્ટરશ્રીએ પર્યાવરણના રક્ષણ અને ટકાઉ વિકાસને અનુલક્ષીને પ્લાસ્ટિક વેસ્ટના વૈકલ્પિક ઉપયોગો સહિતની બાબતોની વિગતવાર જાણકારી મેળવી હતી.

બેઠકમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની જોગવાઈ, નિયમો અને કાયદાઓના અમલની સહુની ફરજ છે એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટરશ્રી એ માર્ગ નિર્માણમાં પ્લાસ્ટિકના કચરાના ઉપયોગની બાબતમાં માર્ગ બાંધકામ કરનારાઓ સાથે મંડળની બેઠક યોજવાનો સંકેત આપવાની સાથે જિલ્લાની નગર પાલિકાઓના પ્લાસ્ટિક કચરાનો સિમેન્ટ ફેક્ટરીઓ દ્વારા ઉપયોગ થઈ શકે એ માટે જરૂરી સંકલન કરવામાં આવી રહ્યાનું જણાવ્યું હતું. મંડળ દ્વારા પ્લાસ્ટિક કચરાના વૈકલ્પિક ઉપયોગોની વિવિધ જાણકારી આપવામાં આવી હતી.

સિંગલ યુઝ પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રુલ્સ ૨૦૧૯ અંગેની આ સંવાદ બેઠકમાં પ્લાસ્ટિક કચરાના કલેક્શન, સેગ્રીગેશન અને રિસાયકલિંગ અંગે ચર્ચા કરવામાં આવી હતી તથા ઉત્પાદક મંડળ દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, પેટલાદ નગરપાલિકા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી સંસ્થાઓ દ્વારા પ્લાસ્ટિક કચરામાં થી પેવર બ્લોક બનાવવા, ખાતર અને બળતણ બનાવવા જેવા સકારાત્મક વૈકલ્પિક ઉપયોગોની જાણકારી પુરી પાડવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.