Western Times News

Gujarati News

એરટેલ પેમેન્ટ્સ બેંકે ICICI પ્રુડેન્શિયલ લાઇફ સાથે પાર્ટનરશિપ કરી

મુંબઈ, ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી જીવન વીમા કંપનીઓમાંની (Life Insurance Company) એક આઇસીઆઇસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે ICICI Prudential ભારતની પ્રથમ પેમેન્ટ્સ બેંક Payment Bank એરટેલ Airtel પેમેન્ટ્સ બેંક સાથે કોર્પોરેટ એજન્સી સમજૂતી કરી છે. એરટેલ પેમેન્ટ્સ બેંક ગ્રાહકોને હવે જીવન વીમા અને બચત યોજનાઓની સરળ સુલભતા આપશે, તેમને તેમનાં પરિવારજનોને નાણાકીય સુરક્ષા પ્રદાન કરવા સક્ષમ બનાવે છે અને લાંબા ગાળાની બચત ઊભી કરશે.

આ પાર્ટનરશિપનો ઉદ્દેશ એરટેલ પેમેન્ટ્સ બેંકનાં વિસ્તૃત વિતરણ નેટવર્કનો ઉપયોગ કરવાનો તથા આઇસીઆઇસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સ દ્વારા નવીન અને વાજબી જીવન વીમા ઉત્પાદનો સાથે વીમો ન ધરાવતા લાખો ભારતીયોને વીમો ઓફર કરવા ડિજિટલ પહોંચ વધારવાનો છે.

એની શરૂઆત સ્વરૂપે પ્રોટેક્શન પ્લેટફોર્મ પર આઇસીઆઇસીઆઈ પ્રુ આઇપ્રોટેક્ટ સ્માર્ટ અને સેવિંગ્સ પ્લેટફોર્મ પર આઇસીઆઇસીઆઈ પ્રુ અનમોલ બચત એરટેલ પેમેન્ટ્સ બેંકનાં ગ્રાહકોને વિવિધ તબક્કાઓમાં ઉપલબ્ધ થશે. આઇસીઆઇસીઆઈ પ્રુ અનમોલ બચત પ્લાન વિશિષ્ટ માઇક્રો-ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ છે, જે નાનાં મૂલ્યમાં વીમો ન ધરાવતાં લોકોને બચત અને કવચનો બેવડો લાભ ઓફર કરે છે, ત્યારે આઇસીઆઇસીઆઈ પ્રુ આઇપ્રોટેક્ટ ટર્મ પ્લાન છે, જે કવચ ઓફર કરે છે.

આઇસીઆઇસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સનાં મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ શ્રી એન એસ કન્નને કહ્યું હતું કે, “અમને એરટેલ પેમેન્ટ્સ બેક સાથે જોડાણ કરવાની ખુશી છે. આ પાર્ટનરશિપ બેંકનાં ખાતાધારકો માટે ઝડપથી જીવન વીમો ઓફર કરવાનો માર્ગ મોકળો કરે છે અને તેમનાં પરિવારજનોને નાણાકીય સલામતી પૂરી પાડે છે. દેશમાં વીમાકવચ વધારવું જરૂરી છે તથા વાજબી અને સરળ ઉત્પાદનો ઓફર કરવાની તાતી જરૂર છે તેમજ ખરીદીનો અનુભવ સરળ બનાવવા ટેકનોલોજીનો ઉપયોગ કરવો આવશ્યક છે. આ જોડાણ બેંકને લાંબા ગાળાનાં સેવિંગ્સ પ્રોડક્ટ ઓફર કરવા સક્ષમ બનાવશે અને ગ્રાહકોને તેમનાં નાણાકીય લક્ષ્યાંકો હાંસલ કરવા તેમજ વંચિત ગ્રાહક સેમગેન્ટમાં અમારી હાજરી વધારવાની સુવિધા આપશે.”

એરટેલ પેમેન્ટ્સ બેંકનાં મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી અનુવ્રત વિશ્વાસે કહ્યું હતું કે, “અમને આઇસીઆઇસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સ સાથે પાર્ટનરશિપ કરવાની ખુશી છે, જે અમારાં સારી રીતે ડિઝાઇન કરેલા અને નવીન વીમા ઉત્પાદનોની ઓફરનો પ્રયાસ છે, જે લાખો વીમાથી વંચિત અને વીમો ન ધરાવતાં ભારતીયોને અમારાં વિસ્તૃત વિતરણ નેટવર્ક અને ડિજિટલ પહોંચ મારફતે સેવા આપશે. આ જોડાણ અમારાં દ્વારા ભારત સરકારનાં નાણાકીય રીતે સર્વસમાવેશક સમાજ બનાવવાનાં વિઝનમાં પ્રદાન કરવાનું એક વધુ પગલું છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.