Western Times News

Gujarati News

રાજ્યમાં લીલા દુકાળના પગલે ખેડૂતે આત્મહત્યા કર્યાની સૌપ્રથમ ઘટના

મોડાસાના ઉમેદપુર ગામના ખેડૂતે પાક નિષ્ફ્ળ જતા જીંદગી ટૂંકાવી 

  મોડાસા: રાજ્યમાં દિવસને દિવસે ખેડૂતોની સ્થિતિ દયનીય બની રહી છે. આવી સ્થિતિથી હારી ખેડૂત આપઘાત કરી રહ્યો છે. આવો જ એક આપઘાત અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ઉમેદપુર(દધાલિયા) ગામના ૬૦ વર્ષીય ધરતીપુત્રે કર્યો છે અરવલ્લી જીલ્લામાં સતત વરસતા વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાતા કપાસ,મગફળી ,મકાઈ, તલ, સહીત પાકને ભારે નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે રાજ્યમાં લીલા દુકાળની ભીતિ વચ્ચે ખેડૂતે ખેતરમાં વાવણી કરેલ મગફળીનું વાવેતર નિષ્ફળ જતા લાગી આવતા આત્મહત્યા  કરી લેતા પરિવારજનો પાર આભ તૂટી પડ્યું હતું મોડાસા રૂરલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

મોડાસા તાલુકાના ઉમેદપુર (દધાલિયા) ગામના જયંતીભાઈ કરશનભાઈ પટેલે ૩ વીઘા ખેતરમાં મોંઘાદાટ બિયારણ અને જંતુનાશક દવાઓનો જંગી ખર્ચ કરી મગફળીનું વાવેતર કર્યું હતું ખેતરમાં ઉભો મગફળીનો પાક સતત વરસતા વરસાદના પગલે નિષ્ફળ જતા મોટું નુકશાનના થવાના ડર ને પગલે ખેડૂત અઠવાડિયાથી ટેન્શનમાં રહેતા હતા સોમવારે સવારે જ્યંતિભાઈ પટેલે ખેતરમાં જઈ ઝેરી દવા પી લીધી હતી ઝેરી દવાની અસરમાં બે ભાન થઇ ગયા હતા ખેડૂતના પરિવારજનો ખેતરમાં જતા જાણ થતા તાબડતોડ મોડાસા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

ખેડૂતે ગુરુવારે સવારે દમ તોડી દેતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું ખેડૂતે પાક નિષ્ફ્ળ જતા આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી હતી મોડાસા રૂરલ પોલીસને જાણ કરતા મોડાસા રૂરલ પોલીસે ખેડૂતના મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.  મોડાસા પીએમ રૂમ આગળ મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને મૃતક પરિવારજનોને સરકારી સહાય મળે તેવી માંગ કરી હતી અને ખેડૂતે આત્મહત્યા કરાવી ન જોઈએ ની ચર્ચા કરતા નજરે પડ્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.