Western Times News

Gujarati News

દીનદયાળ પોર્ટ અને ગાંધીધામનાં હજારો લીઝ ધારકોની લાંબાગાળાની માંગણી સંતોષાઈ

દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ, કંડલા હેઠળની ટાઉનશીપ તથા ઇન્ડસ્ટ્રીયલ જમીનની લીઝને ટ્રાન્સફર કરવા માટે આપવી પડતી ‘ટ્રાન્સફર ફી’નાં ઉચા દરને લઈને લીઝધારકો દ્વારા ઘણા સમયથી આ અંગે રજૂઆત કરવામાંઆવી છે.

લીઝધારકો વ્યાજબી ટ્રાન્સફર ફી ભરીને લીઝ ટ્રાન્સફર કરી શકે તે માટે ભારત સરકારનાં શીપીંગ મંત્રાલય દ્વારા નિયમોમાં બદલાવ કરવામાં આવેલ છે. અત્યાર સુધી લીઝ ટ્રાન્સફર કરવા માટે ટ્રાન્સફર ફીની ગણતરી વખતે જે તે જમીનની વર્તમાન બજાર કિંમત આધારે ટ્રાન્સફર ફી નક્કી કરવામા આવતી હતી જેથી ખુબ જ ઊંચી ટ્રાન્સફર ફી ચૂકવવી પડતી હતી. હવે આ નિયમમાં બદલાવ કરીને લીઝની મુળ કિંમતના આધારે જ ટ્રાન્સફર ફી નિયત કરવા માટે નિયમ સુધારવામાં આવેલ છે, જેથી તદન સામાન્ય ટ્રાન્સફર ફી ભરીને લીઝ ટ્રાન્સફર કરાવી શકાશે.

આ અંગે કેન્દ્રીયમંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવેલ છે કે, “કંડલા – ગાંધીધામ પોર્ટ અને ટાઉનશીપનાં લીઝધારકોને લીઝ ટ્રાન્સફર કરવા માટે મોટો ખર્ચ ઉઠાવવો પડતો હતો જે બાબતે મને રજૂઆત મળેલ હતી. લોકોનાં મહત્વનાં પ્રશ્નનો યોગ્ય નિકાલ લાવવા અમે નિયમોમાં બદલાવ કર્યો છે. જેથી હવે લીઝસામાન્ય રકમથી કરી શકાશે.” આ નિર્ણયથી કંડલા પોર્ટ તથા દેશનાં હજારો પોર્ટ લીઝધારકોને સીધો ફાયદો થશે. મિલકત તબદલીનાં વ્યવહાર શક્ય બનશે તથા સરળતા ઉભી થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.