Western Times News

Gujarati News

ગુજરાતમાં વિચરતી જનજાતિનાં જીવનમાં પરિવર્તન લાવનારનો યુવતિનો વીડિયો રીલિઝ થયો

SBI લાઇફ ઇન્શ્યોરન્સની Life Insurance આ નવરાત્રિએ સામાજિક કાર્યકર્તા મિત્તલ પટેલની ‘રિયલ લાઇફ, રિયલ સ્ટોરી’ (Real life, Real story Mittal Patel)

અમદાવાદ, સામાન્ય માણસનાં અસાધારણ કાર્યોને દર્શાવતી ‘રિયલ લાઇફ સ્ટોરીઝ’ સીરિઝ સફળતાપૂર્વક રીલિઝ કર્યા પછી SBI લાઇફે ગુજરાતનાં સામાજિક કાર્યકર્તા મિત્તલ પટેલની હૃદયસ્પર્શી અને પ્રેરક જીવનગાથા પ્રસ્તુત કરી છે. નવી ડિજિટલ વીડિયોની હાઇલાઇટ મિત્તલ પટેલની સ્વતંત્ર અને વ્યક્તિગત કટિબદ્ધતા દર્શાવે છે, જેમણે ગુજરાતમાં વિચરતી જનજાતિઓની ઓળખ અને સન્માનયુક્ત જીવન અપાવવા માટે અવિરતપણે કામ કર્યું છે.

વીડિયો જોવા માટે લિંક પર ક્લિક કરોઃ


વોટકન્સલ્ટન્ટની કલ્પનાથી બનેલી આ ડિજિટલ વીડિયો મિત્તલનાં ઓળખની સમસ્યા અનુભવતી વિચરતી જનજાતિઓની સમસ્યાની સમાધાનનું વિઝન દર્શાવે છે અને સન્માન સાથે ભારતનાં નકશા પર તેમને સ્થાન અપાવવામાં મહત્ત્વપૂર્ણ છે.
ની તમારાં પ્રિયજનો માટે સામૂહિક હિત હાંસલ કરવા માટે સ્વતંત્ર વિચારસરણીની માન્યતાને પ્રસ્તુત કરે છે અને એનો ઉદ્દેશ મિત્તલ પટેલનાં વ્યક્તિગત માનવતાવાદી કાર્યને પ્રદર્શિત કરીને સતત વિચરતા સમુદાયોનાં જીવનમાં ઇચ્છિત પરિવર્તન લાવવાનો છે.

નવરાત્રિનાં પ્રથમ દિવસે લોંચ થયેલો આ વીડિયો મિત્તલ પટેલનાં નિઃસ્વાર્થ કાર્યને પ્રદર્શિત કરે છે, જેમણે આ જનજાતિઓની ઓળખની સમસ્યાનું સમાધાન કરવામાં અથાક પ્રયાસો કર્યા છે અને તેમને મતદાન ઓળખપત્ર અપાવવામાં મદદ કરી હતી, જેથી ભારતનાં નાગરિક તરીકે તેમની ઓળખ ઊભી થાય.

આ નવા ડિજિટલ વીડિયોનાં રીલિઝ પર એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સનાં બ્રાન્ડ એન્ડ કોર્પોરેટ કમ્યુનિકેશન્સનાં ચીફ શ્રી રવિન્દ્ર શર્માએ કહ્યું હતું કે, “એસબીઆઈ લાઇફની ‘રિયલ લાઇફ રિયલ સ્ટોરીઝ’ પાવરફૂલ કોન્સેપ્ટ છે, બ્રાન્ડ તરીકે અમે સ્વતંત્ર વ્યક્તિઓને અન્ય લોકો માટે ઉદ્દાત કાર્યો કરવા માટે પ્રેરિત કરવામાં માનીએ છીએ, જેથી જીવનમાં તેમને ઉદ્દેશો શોધવા અને સમાજ માટે સારું કાર્ય કરવા માટે પ્રેરણા મળે.

સ્વતંત્ર વિચારણાની ક્ષમતામાં અને ભારતનાં દરેક પ્રોત્સાહન આપવામાં માનીએ છીએ, જેથી દરેક ભારતીય નાગરિકની વિચારસરણીની ક્ષમતામાં તેમજ જીવનમાં દરેક ભારતીયને જીવનનો ઉદ્દેશ શોધવા અને તેમની વ્યક્તિગત-સ્વતંત્રત રીતે વ્યક્ત કરવાથી તેમનાં જીવનનો ઉદ્દેશ હાંસલ થવાની સાથે સમાજની સતત સેવા પણ થાય છે.

આ મિત્તલ પટ્ટેલની સ્વનિર્ભરતાની સ્ટોરી એ દર્શાવવાનો એક વધુ પ્રયાસ છે કે, એક વ્યક્તિનાં અથાક પરિવર્તનોથી સમુદાયમાં પરિવર્તન કેવી રીતે આવે છે. અમને આશા છે કે, અમારાં પ્રયાસો દરેક વ્યક્તિને સમાજ માટે કશું પ્રદાન કરવા પ્રેરિત કરશે.”

વિચરતા વિમુક્ત સમુદાય સમર્થન મંચ (વીએસએસએમ)નાં સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી પટેલ વર્ષ 2005થી આ સમુદાયનાં અધિકારીની હિમાયત કરે છે અને જનજાતિનાં આશરે 20,000 લોકોને સરકારની વિવિધ કલ્યાણકારક યોજનાઓની મદદ કરી છે. ચાલુ વર્ષની શરૂઆતમાં તેમની સરકારે વિચરતી, વિમુક્ત અને અર્ધવિચરતી સમુદાય માટેનાં કલ્યાણકારક બોર્ડ અને વિકાસ બોર્ડનાં 3 સભ્યોમાંથી એક સભ્ય તરીકે નિમણૂક કરી હતી.

એસબીઆઈ લાઇફે એક વર્ષ અગાઉ દરેક ભારતીય માટે પ્રેરણા અને પ્રોત્સાહન સ્વરૂપ બની ગયેલા તેમજ સામાન્ય લોકોનાં જીવનમાં પરિવર્તન લાવનાર વ્યક્તિઓની જીવન ગાથા પ્રદર્શિત કરવાનો નવો માર્ગ અપનાવ્યો હતો.. બ્રાન્ડની રિયલ લાઇફ રિયલ સ્ટોરીઝ સોશિયલ મીડિયા પર પ્રદર્શિત થાય છે, જેમાં પબીબેન, રોબિનહૂડ આર્મી, મુંબઈ ફાયર બ્રિગેડનું પ્રદર્શન સામેલ છે તેમજ તેઓ તહેવારની આ સિઝનમાં વધુ પ્રેરક વ્યક્તિત્વોની સ્ટોરી દર્શાવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.