Western Times News

Gujarati News

રાજસ્થાનના અલવરમાં ખાનગી ડીફેન્સ એકેડમી ચલાવતા બંધુઓની સંડોવણી ખુલવા પામી છે

જામનગર, જામનગરમાં નેવી વાલસૂરાના અધિકારીની જાગૃતતાથીની નેવીની ભરતી દરમિયાન ખોટા દસ્તાવેજાે રજૂ કરી ભરતી થવા આવેલા ઉમેદવારોને ઝડપી પાડવામાં નેવી વાલસુરાને સફળતા મળી છે.

બોગસ આધારકાર્ડ અને ડોમિસાઈલ સર્ટીફીકેટ આધારે ભારતીય નેવીની ભરતીમાં ભાગ લેવા જામનગરના આઇએનએસ વાલસુરા ખાતે આવેલ ૬ ઉમેદવાર ઝડપાયા છે. ઉત્તરપ્રદેશના ચાર અને રાજસ્થાનના બે સહિત આઠ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ. રાજસ્થાનના અલવરમાં એકેડમી ચલાવાતા સંચાલક બંધુઓએ કારસ્તાન રચ્યું હોવાનું સામે આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરના આઇએનએસ વાલસુરા ખાતે નેવીમાં ભરતી ચાલી રહેલી છે. આ ભરતીમાં રાજયના જુદા જુદા જિલ્લાઓમાંથી ઉમેદવારો આવ્યા હોય દરમ્યાન ભરતી પ્રક્રિયામાં ડોક્યુમેન્ટ્‌સ વેરીફીકશન અધિકારીને અમુક ઉમેદવારોના ડોક્યુમેન્ટ્‌સ બનાવટી હોવાનું ધ્યાને આવ્યું હતું.

તપાસ કરતા ૬ જેટલા ઉમેદવારોના ડોક્યુમેન્ટ્‌સ બનાવટી નીકળ્યા હતા. રાજસ્થાન ના અલવર જીલ્લાના એકેડમી સંચાલક બંધુઓએ આ ઉમેદવારોના ડોક્યુમેન્ટ્‌સ બનાવી આપ્યા હોવાની વિગતો સામે આવી હતી.

ગાંધીનગર મામલતદાર કચેરીના બોગસ ડોમિસાઈલ સર્ટી બનાવી ભરતીમાં ભાગ લેવા આવેલા ૬ ઉમેદવાર અને બંને સંચાલક સામે બેડી મરીન પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણમાં પોલીસ તપાસ કરી અને અન્ય બીજા કેટલા લોકો આમા સામેલ છે તે અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રાજસ્થાનના અલવરમાં ખાનગી ડીફેન્સ એકેડમી ચલાવતા બંધુઓની સંડોવણી ખુલવા પામી છે. આ પ્રકરણ અંગે જામનગરની બેડી મરીન પોલીસ દફતરમાં ભરતી પ્રક્રિયાના લેફ્ટનન્ટ ઓફિસર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ભારતીય નેવી દ્વારા દર વર્ષે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ વર્ષે આઈએચકયું એમઓડી દિલ્લી દ્વારા ભરતી પ્રક્રિયા બહાર પાડી ભારતભરમાંથી ઉમેદવારો પાસેથી ઓન લાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. જેના આધારે ભારતના જુદા જુદા નેવી તાલીમ સેન્ટર ખાતે આર્ટીફાઈસર એપ્રેન્ટીસ અને મેટ્રિક રીક્રુટમેન્ટની ભરતી પ્રક્રિયા અંતર્ગત ગઈ કાલે જામનગરના આઈએનએસ વાલસુરા નેવી તાલીમ મથક ખાતે જુદા જુદા રાજ્યના અરજદારોને બોલાવાયા હતા.

સવારથી જ વાલસુરા રીક્રુટમેન્ટ વેરીફીકેસન ઓફીસ ખાતે તમામ ઉમેદવારોના જરૂરી પ્રમાણપત્રોની ખરાઈ કરવામાં આવી હતી. જેમાં સંતોસકુમાર સરદારારામ સેપટ મુળ વતન. મુદવારા ગામ તા.ઘોઘ જી. સિકર રાજય રાજસ્થાન, કમલેશ જગદિશ સારણ મુળ વતન પુન્યાણા ઘોલા ગામ તા.દાતારામગઢ જી. સિકર રાજય રાજસ્થાન હાલ જાખરનગર, પટવારી ગેસ એજન્સી સીકર રાજ્ય રાજસ્થાન, કિર્તી દલવીર પાલ મુળ વતન દુનેટીયા તા.માંટ જી.મથુરા રાજય. ઉ.પ્ર. અને ગૌરવ રાજવિરસિંઘ ચાહર મુળ વતન ઘડીઉસરા ગામ તા.ફતેહાબાદ જી.આગ્રા રાજય ઉ.પ્ર. તથા શ્રીકાંત શ્રીપ્રેમ સિંગ મુળ વતન કચુરા ગામ તા.કિરોલી જી.આગ્રા રાજય ઉ.પ્ર. અને ચન્દ્રકાંત ઘનસિંહ કુશ્વાહ મુળ વતન મહુવનકાપુરા ગામ તા.ખેરાગઢ જી.આગ્રા રાજય ઉતર પ્રદેશ વાળા સખ્સોના ડોમિસાઈલ પ્રમાણપત્ર ગાંધીનગર મામલતદાર કચેરી ખાતેથી કાઢવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.

આ તમામ ઉમેદવાર ગુજરાતી જાણતા ન હોવાથી રીક્રુટમેન્ટ ઓફિસરને સંકા ગઈ હતી. જે સંદર્ભે તપાસ કરાવતા આ તમામ પ્રમાણપત્ર બોગસ હોવાનું સામે આવ્યું હતું.

આ પ્રમાણપત્ર રાજસ્થાનમાં ખાનગી ડીફેન્સ એકેડમી ચલાવતા રાજેન્દ્રસિંગ યાદવ રહે. કોટપુતલી જગદિશપુરા જી.અલવર, રાજ્ય રાજસ્થાન અને તેના ભાઈ વિમલ ઉર્ફે મોનુ દ્વારા કાઢી આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.

જેથી સ્થાનિક રીક્રુટમેંટ ઓફિસર મનોજ લક્ષ્મણસિઘ બીસ્ટએ તમામ સામે બેડી મરીન પોલીસ દફતરમાં આઈપીસી કલમ ૪૬૫, ૪૬૬, ૪૬૮, ૪૭૧, ૪૮૪,૧૧૪ મુજબ ફરિયાદ નોંધાવી હતી, જેમાં છ આરોપીઓએ નેવલ ભરતીમાં ભાગ લેવા માટે બનાવટી આઘાર કાર્ડ તેમજ ડોમીસાઇલ સર્ટીફીકેટ બનાવી, બનાવટી ખોટા સરકારી દસ્તાવેજ તથા સીક્કા બનાવી રજુ કર્યા હોવાનો આરોપ લગાવાયો છે. આ ફરિયાદના આધારે બેડી મરીન પોલીસના પીએસઆઈ આરએસ વાઢેર સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.