Western Times News

Gujarati News

અદાણી પોર્ટ દ્વારા અફઘાનીસ્તાન, ઈરાન અને પાકિસ્તાનથી આવતા-જતા કાર્ગો પર લગાવેલ પ્રતિબંધ પાછા ખેંચાયા

ભુજ, અફઘનિસ્તાન થી વાયા ઈરાન થઈ ને આવેલા ચકચારી ડ્રગ્સ કાંડ બાદ, અદાણી પોર્ટનું નામ ઉછળયુ હતું અને વિવિધ સવાલો અદાણી પોર્ટે પર ઊભા થયા બાદ ૧૧ ઓક્ટોબરે અદાણી પોર્ટ દ્વારા એક ટ્રેડ એડવાઇજરી બહાર પાડી ને ૧૫ નવેમ્બર ૨૦૨૧ થી ઉપરોક્ત ત્રણે દેશો પરથી આવતા તેમજ જતા કન્ટેનરાઈસ કાર્ગો ને હેન્ડલ નહિ કરવામાં આવે તેવું જણાવ્યું હતું.

તે બાદ ઇમ્પોટર, એક્સપોર્ટરે અને મુન્દ્રા કસ્ટમ બ્રોકર એસોસિયેશન તેમજ મુન્દ્રા કસ્ટમ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કે આવો કોઈ અધિકાર મુન્દ્રા પોર્ટ પાસે નથી કે કોઈ દેશના કાર્ગો પર પ્રતિબંધ લગાવી શકે આવો અધિકાર ફક્ત ને ફક્ત ભારત સરકાર પાસે હોય છે ત્યારે અદાણી પોર્ટે આવો ર્નિણય ના લઈ શકે. વિરોધ બાદ આજે અદાણી પોર્ટ મુન્દ્રા એ પોતાના ર્નિણય ને પાછો લઇ લીધો હતો.

હકીકતમાં, તાજેતરમાં ગુજરાતના અદાણી પોર્ટ પર મોટા પાયે ડ્રગનો જથ્થો ઝડપાયો હતો. આ કારણે અદાણી તેમજ સરકારની ભારે ટીકા થઈ હતી. તમામ રાજકીય પક્ષોએ તેને મુદ્દો બનાવ્યો હતો. અદાણી ગ્રુપે એક નિવેદન જારી કર્યું હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.