Western Times News

Gujarati News

અમેરીકાની ઠગ ટોળકી દ્વારા અમદાવાદના વેપારી સાથે 22 લાખની ઠગાઈ

  • સંતોષકારક જવાબ ન મળતા વેપારી અમેરીકા પહોચ્યો પરતુ એડ્રેસ ખોટા નીકળ્યા સાયબર ક્રાઈમે તમામ હાથ ધરી

અમદાવાદ : અમદાવાદના એક યુવા વેપારીને (Businessman cheated) સોશીયલ મિડીયાના (Social media contact) માધ્યમ દ્વારા વેપાર કરવાનુ ભારે પડ્યુ છે સ્ક્રેપ મટીરીયલનાં વેપારીએ ફેસબુક ઉપર બનાવેલા ગ્રુપમાં અમેરીકાના વેપારીનો સંપર્ક સાધતા તેણે સસ્તા ભાવે માલ વેચવાનુ જણાવીને વેપારી પાસેથી રૂપિયા 22 લાખથી વધુ રકમ પડાવી લીધી હતી ત્યારબાદ વેપારી અમેરીકા ખાતે પહોચીને તપાસ કરતા કંપનીના એડ્રેસ ઉપર કાંઈ ન મળી આવતાં પોતે છેતરાયાની જાણ થઈ હતી.

હાર્દીક વસંતભાઈ શાહ ઓઢવ (Hardik Vasantbhai Shah) ખાતે જ પોતાની ફેક્ટરી ધરાવે સ્ક્રેપ મટીરીયલના ઈમ્પોર્ટ એક્ષ્પોર્ટનો (Scrap material Export) ધંધો કરે છે બત્રીસ વર્ષીય હાર્દીકભાઈ આ ધંધામા બિનઅનુભવી છે.

ફેસબુક પર આવેલા વેપારીઓનાં એક ગ્રુપમાંથી તેમણે એરીક નામના વ્યક્તિનો સંપર્ક સાધ્યો હતો જેની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ બંનેએ સ્ક્રેપ મટીરીયલ અંગે ડીલ નક્કી કરી હતી જે મુજબ એરીકે એડવાન્સ રકમ માગતા હાર્દિકભાઈએ સ્ક્રેપ ખરીદવા માટે ચાર હજાર ડોલર મોકલી આપ્યા હતા ત્યાર બાદ એરીકે વધુ સસ્તા માલ અંગ વાત કરતા હાર્દીક ભાઈએ તે પણ ખરીદવાની તૈયારી બતાવતા વધુ એડવાન્સ રકમ મોકલીને આપી હતી.

સામે છેડે એરીકે કન્ટેનરમા ફોટા પાડીને હાર્દીકભાઈને મોકલતા તેમણે ડીલ મુજબની તપાસ રકમ ચુકવી આપી હતી જા કે ત્યારબાદ માલ ન મળતા હાર્દીકભાઈએ પુછપરછ કરતા સંતોષ કારક જવાબ મળ્યો નહોતો

જેથી હાર્દીકભાઈ પોતે અમેરીકાના ન્યુજર્સી ખાતે પહોચી ગયા હતા પરતુ એડ્રેસ પણ ખોટુ નીકળ્યુ હતુ દરમિયાન હાર્દીકભાઈએ એરીકના બીજા સાથીદારો બ્રાયન એન્ડરસન માર્ક લોટેન્સ વગેરેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હોત

પરતુ આ ગઠીયા ટોળકીએ તેમની સાથે સંપર્ક કાપી નાખતા હાર્દીકભાઈએ ભારત પરત ફરીને અમદાવાદ સાયબર ક્રાઈમ ખાતે અમેરીકાની ગઠીયા ટોળકી વિરુદ્ધ રૂપિયા બાવીસ લાખથી વધુની છેતરપીડીની ફરીયાદ નોધાવી હતી સોશીયલ મિડીયાનો ખોટો ઉપયોગ કરવાનો વધુ એક કિસ્સો બહાર આવતાં સનસનાટી મચી ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.