Western Times News

Gujarati News

ગાંધીજીની જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે સુરતમાં સર્વધર્મ પ્રાર્થના તેમજ ભજનનો કાર્યક્રમ

પૂજય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા તા.૦૨ર/૧૦/૨૦૧૯ને બધવારના રોજ સવારે ૮.૦૦ કલાકે ગાંધીપ્રતિમાને સુતરાંજલિ તથા ગાંધીવંદના બાદ સર્વધર્મ પ્રાર્થના તેમજ ભજનનો કાર્યક્રમ ગાંધીબાગ, ચોકબજાર, સુરત ખાતે રાખવામાં આવ્યો હતો.

માન.મેયરશ્રી ડૉ.જગદીશ પટેલ, સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ, ધારાસભ્યશ્રી હર્ષ સંઘવી, ધારાસભ્યશ્રી વિવેકભાઈ પટેલ, ધારાસભ્યશ્રી પ્રવિણ ઘોઘારી, ડે.મેયરશ્રી નિરવ શાહ, શાસકપક્ષ નેતાશ્રી ગિરિજાશંકર મિશ્રા, દંડક શ્રીમતી દક્ષાબેન જરીવાલા, સાંસ્કૃતિક સમિતિ અધ્યક્ષા શ્રીમતી રશ્મિકાબેન પટેલ, વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, મ્યનિ.સભ્યશ્રીઓ, વિવિધ ધર્મના ધર્મગરૂશ્રીઓ, મ્યનિ.અધિકારીશ્રીઓ તથા શહેરીજનોએ પૂજય ગાંધી બાપૂની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી વંદના કરી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાના બાળકો સવારે ૭.૦૦ કલાકે મક્કાઈપુલ ખાતેથી પૂજય ગાંધી બાપૂએ આપેલ સૂત્રોને રજુ કરતા બેનરો સાથે પ્રભાતફેરી સ્વરૃપે ચોકબજાર ખાતે ગાંધીવંદના, સર્વધર્મ પ્રાર્થના તેમજ ભજન કાર્યક્રમમાં સામેલ થયા હતા.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણીએ યોજાયેલ સર્વધર્મ પ્રાર્થના કાર્યક્રમમાં શ્રી કુમારભાઈ હરેશભાઈએ હિન્દુ ધર્મની, મુસ્લિમ મોલવીશ્રી મોલાના અબ્દુલ આઝમ દુધવાલાએ મસ્‍્લિમ ધર્મની અને પારસી ધર્મગુરૂશ્રી સાયરસ મા.દસ્તરજી નોસીરવાન મંચેરશા દસ્તુરએ પારસી ધર્મની પૂજય મહાત્મા ગાંધીજીની ”સર્વ ધર્મ સમભાવ”ની ભાવનાને ચરિતાર્થ કરી હતી. ઉપસ્થિત તમામ ધર્મના ધર્મગરૃશ્રીઓએ ભારત દેશમાં અમન અને શાંતિની સાથે રાષ્ટ્રના સર્વાગી વિકાસ માટે અભ્યર્થના કરી હતી.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સંગીત વર્તળે પૂજય ગાંધીજીના પ્રિય એવાં ”વેષ્ણવ જન તો તેને રે કહીએ” અને ”રઘુપતિ રાઘવ રાજા રામ” ભજનો ગાયાં હતાં. જીવન ભારતી કિશોરભવન સ્કુલના વિદ્યાર્થીઓએ રેટિયા કાંતણ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પ્રિય રેંટિયાને તથા ખાદી પહેરવાની તેમની સ્વદેશી ભાવનાને જીવંત રાખતો સંદેશ પ્રસ્તૃત કર્યો હતો. સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશએ સ્વચ્છતા તેમજ સીંગલ યુઝ પ્લાસ્ટીક અંગેના શપથ લેવડાવ્યા હતા.

સત્ય, અહિંસા સાથે સ્વચ્છતાના આગ્રહી એવા મહામાનવ પૂ.ગાંધીજીની જન્મજયંતિ ઉજવણીએ લોકોમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ માટે સુરત મહાનગરપાલિકા આયોજીત પ’પ્લાસ્ટીક મુકત સુરત’ અભિયાન અને ‘સ્વચ્છતા સંદેશ રેલી’ને ઉપસ્થિત મહાનુભાવોએ ઝંડી ફરકાવી પ્રસ્‍થાન કરાવ્યું હતું. સરત મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, મ્યુનિ.સભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાના બાળકો, શિક્ષકશ્રીઓ સહિત ગાંધી પ્રેમી નગરજનો મોટી સંખ્યામાં ગાંધી વંદના તથા સર્વધર્મ પ્રાર્થના તેમજ ગાંધીજીને પ્રિય એવા ભજનના કાર્યક્રમમાં સહભાગી થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.