Western Times News

Gujarati News

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા “મહાત્માની પરિક્રમા” ગ્રંથ લોકાર્પણ 

મહાત્મા ગાંધીજીની 150 મી જયંતીની ઉજવણીના ભાગરૂપે  શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં તેમજ મુખ્ય વક્તા છે શ્રી સંજય પ્રસાદ આઈએએસ મુખ્ય ચૂંટણી કમિશનર , ગુજરાત રાજ્ય ની ઉપસ્થિતિમાં મહાત્મા ની પરિક્રમા ગ્રંથ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો 1915માં મહાત્મા ગાંધીનું હિંદ પ્રત્યાગમન યુગ પરિવર્તક ઘટના છે.

ગાંધીજીએ હિંદ દર્શન અને લોક કલ્યાણની ભાવનાથી 343૬૧ કિલોમીટરની પૂજ્યભાવે પરિક્રમા કરી હતી , તેનું ઐતિહાસિક દૃષ્ટિબિંદુથી વિશ્લેષણ કરી ઇતિહાસકાર ડો. રિઝવાન કાદરીએ સર્જન કર્યું. મહાત્મા ગાંધી અને સરદાર પટેલના મિલન સ્થળ એટલે ભદ્ર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે વિશેષમાં મિ. એમ કે ગાંધીને મહાત્મા બનાવવા મહત્વની ભૂમિકા ભજવનારા મહાનુભાવોના વંશજો પણ ઉપસ્થિત રહ્યા હતા.  શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજે આ પ્રસંગે ટ્રાફિક નિયમો અને સ્વચ્છતા અંગે પણ અનુરોધ કર્યો હતો.  સદગુરુ ભગવત પ્રિય દાસજી સ્વામી મહંત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગર દ્વારા જણાવવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.