Western Times News

Gujarati News

સજા સાંભળતા આરોપીએ જજ ઉપર ચપ્પલ ફેંક્યું

સુરત, સુરતના બહુચર્ચિત હજીરા દુષ્કર્મ કેસમા કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપી સુજીત સાકેતને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. પોર્ન જાેઈને દુષ્કર્મીએ આચર્યું હતું પાપ જાેકે, સજા સંભળાવતા જ દુષ્કર્મીએ કોર્ટમાં શરમજનક હરકત કરી હતી. તેણે જજ પર જૂતુ ફેંક્યુ હતું. આરોપીએ પોર્ન જાેઈને પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ હતું અને તેને મોતને ઘાટ ઉતારી હતી.

સુરતના હજીરા દુષ્કર્મ હત્યા કેસમાં આજે સજાનું એલાન થયું છે. કોર્ટે આ પહેલા આરોપીને દોષી જાહેર કર્યો હતો. કોર્ટે, સજાના એલાન માટે આજની તારીખ નક્કી કરી હતી. દોષિત સુજીત સાકેતને આજે કોર્ટ સજા સંભળાવી છે. ત્યારે અકળાયેલા આરોપી સાકેતે જજ પર ચપ્પલ ફેંક્યુ હતું. જેમાં એક જૂતુ વિટનેસ બોક્સ પાસે પડ્યુ હતું, અને બીજુ વકીલ પાસે પડ્યુ હતું. જે બતાવે છે કે, દુષ્કર્મીને કોઈ જાતની શરમ નથી. હજી પણ તે સુધર્યો નથી.

સરકારી વકીલ નયન સુખડવાલાએ માહિતા આપી હતી કે, આરોપી સુજીતને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલવાસની સજા સાથે એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ પીડિતના પરિવારને ૨૦ લાખનું વળતર આપવાનું પણ કોર્ટે ચુકાદામાં નોધ્યું છે. આ બાળકી સાથે આરોપીએ ક્રુર અને જઘન્ય કૃત્ય આચર્યુ હતું. જેથી અમે આ કેસમાં કેપિટલ પનિશમેન્ટની માંગ કરી હતી. પરંતુ કોર્ટે અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી છે.

આરોપીના મોબાઈલમાંથી પોર્ન અને એનિમલ પોર્નના વીડિયો પણ મળી આવ્યા હતા તે પૂરાવા મહત્વના સાબિત થયાં હતાં. આ કેસમાં અલગ અલગ ૨૬ સાક્ષીઓની જુબાની કોર્ટમાં લેવામાં આવી હતી. ૫૩ જેટલા દસ્તાવેજી પુરાવવા રજૂ કરવામાં આવ્યા હતા. અઠવાડિયા પહેલા કોર્ટમાં થયેલી સુનાવણીમાં સુરત કોર્ટ દ્વારા આરોપીને કાસુરવાર ઠેરવાયો હતો. સરકારી વકીલ નયન સુખડવાળા દ્વારા આરોપીને ફાંસી માટે દલીલ કરાઈ હતી.

સુરતની વિવિધ કંપનીઓમાં કામ કરતા શ્રમજીવીઓ પોતાના પરિવાર સાથે રહે છે. હજીરા વિસ્તારમાં એક પરિવાર રહેતો હતો. જેમની પાંચ વર્ષની બાળકી ઘર પાસે રમતી હતી. ત્યારે મધ્યપ્રદેશના રીવા જીલ્લાના વતની ૨૭ વર્ષીય આરોપી સુજીત મુન્નીલાલ સાકેત નામનો યુવક બાળકીને ચોકલેટ આપવાના બહાને લઈ ગયો હતો. જ્યાં તેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. બીજી તરફ, બાળકી ખોવાતા માતાપિતા ઘાંઘા બની ગયા હતા.

તેમણે પોલીસમાઁ ફરિયાદ દાખલ કરી હતી. જેથી પોલીસે ચારેતરફ સર્ચ ઓપરેશન ચલાવ્યુ હતું. જેમાં અવાવરુ જગ્યા પરથી બાળકીની લાશ મળી આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી સાકેતને પકડી પાડ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.