Western Times News

Latest News from Gujarat

રાજકોટમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો રોડ શો યોજાયો: ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું

રાજકોટ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સુસાશન સતાહના રાજ્યકક્ષાના સમાપન સમારોહના ભાગરૂપે રાજકોટ ખાતે આગમન થતા એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી સાથે નવસારીના સાંસદ અને ભાજપ અધ્યક્ષ સી.આર. પટેલ તેમજ રાજ્ય મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓ તેમજ શહેર જિલ્લા ભાજપના અગ્રણીઓ રોડ-શૉ માં જાેડાયા હતાં.

એરપોર્ટથી કિશાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞિક રોડ થઈ ધર્મેન્દ્ર કોલેજ ખાતે સ્ટેજ પ્રોગ્રામ ખાતે રોડ-શૉ સમાપન દરમ્યાન વિવિધ સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર તેમનું પુષ્પવર્ષાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મ્યુઝિકની સુરાવલી અને વિવિધ બેન્ડ દ્વારા તેમને વેલકમ કરવામાં આવ્યા હતાં.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું કિશાન પરા ચોક ખાતે વિવિધ સહકારી સંસ્થાઓ, એસોસિએશન અને જ્ઞાતિ-સમાજના લોકો દ્વારા ભવ્ય સ્વાગત અને અભિવાદન કરાયું એરપોર્ટ રોડ પાસેથી કિશન પરા ચોક ખાતે મુખ્યમંત્રીનો કાફલો આવી પહોંચતા વિવિધ વિવિધ સહકારી સંસ્થાઓ એસોસિયેશન, જ્ઞાતિ-સમાજના સંગઠનો, રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના મહાનુભાવો દ્વારા ઠેર-ઠેર પુષ્પવર્ષા કરી અભિવાદન કરવામાં આવ્યું હતું .

પરંપરાગત વેશભૂષામાં સજજ યુવાઓએ રાસ ગરબા અને નૃત્ય કરી મુખ્યમંત્રી અને તેમની સાથે આવેલા મહાનુભાઓનું દિલ જીતી લીધું હતું. આ તકે દેશભક્તિના ગીત સંગીત અને ભારતની ગાથાને વર્ણવતા દેશભક્તિના પ્રવચનો વગાડવામાં આવી રહ્યા હતા. જેનાથી સમગ્ર રોડ-શૉ વાઇબ્રન્ટ બની ગયો હતો.

આ પૂર્વે એરપોર્ટ ખાતે રાજકોટના એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું રાજકોટ પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે એરપોર્ટ થી સુશાસન સપ્તાહ સમારોહના સ્થળ ધર્મેન્દ્રસિંહજી કોલેજ સુધીના ભવ્ય રોડ-શૉ ને લીલીઝંડી આપી રાજકોટના પ્રજાજનોને કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે રાજકોટના જિલ્લા પંચાયત ચોક ખાતે સ્ટેજ ઉપરથી સ્થાનિક આગેવાનો, સ્થાનિક પ્રજાજનો સર્વશ્રી મોહનભાઈ દાફડા, સહદેવસિંહ જાડેજા, મનસુખભાઈ ખાખરીયા, નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા, નરેન્દ્ર સિંહ જાડેજા, અરૂણભાઇ ર્નિમલ વગેરે દ્વારા ગુલાબના ફુલો વડે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રભારીમંત્રી જીતુભાઈ વાઘાણી, ગ્રામવિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, શ્રમ મંત્રી બ્રિજેશ કુમાર મેરજા, વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણીનું ઉમળકાભેર અભિવાદન કરાયું હતું.

વિવિધ સમાજ અને સંસ્થાઓ દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં એસ.આર.પી. બેન્ડ દ્વારા દ્વારા પાઈપર કેપ, ગુરખા બ્રિગેડ, આર્યન લેડી જેવી વિવિધ ધૂન પર સંગીત આપવામાં આવ્યું હતું તેમજ એનસીસી અને એન.એસ.એસ.ના કેડેટ્‌સ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રોડ-શૉ દરમ્યાન બેગપાઈપર બેંડ દ્વારા સંગીતની સુરાવલી રેલાવવામાં આવી હતી.

આ તકે ૧૦૦૦ બાઇક સવારોની રેલીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા લીલીઝંડી આપીને તેનું પ્રસ્થાન કરાવ્યું હતું. દેશભક્તિના ગીતોએ રાજકોટમાં એક ઉલ્લાસભર્યા માહોલનું સર્જન કર્યું હતું.

રોડ-શૉ ના સમગ્ર રૂટ પર ૬૭ જેટલા વિવિધ સ્પોટ પર મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ૧૮ જેટલા સ્ટેજ પર કલ્ચરલ પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવ્યું હતું આ વેળા જિલ્લા પંચાયત ચોકને બલૂન અને રોશનીથી શણગારાયું હતું. બાળાઓ દ્વારા રાસ રજૂ કરાયા હતા. ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા, ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદર, અગ્રણી ધનસુખભાઇ ભંડેરી, રાજુભાઇ ધ્રુવ, નિતિનભાઇ ભારદ્વાજ, સાંસદઓ,અગ્રણીઓ મુખ્યમંત્રી સાથે રોડ-શૉ માં સહભાગી થયા હતા.HS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers