Western Times News

Gujarati News

યુપીના મેરઠમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્‌સ યુનિવર્સિટીનો શિલાન્યાસ

પહેલાંની સરકારોએ લોકો સાથે ગંદી રાજરમત રમી ઃ મોદી- હવે યૂપીની યોગી સરકાર આવા તત્વો સાથે જેલ-જેલની રમત રમી રહી છે.

નવી દિલ્હી, કેન્દ્રિય રાજનીતિનો અખાડો ગણાતું ઉત્તર પ્રદેશ હાલ રાજકીય રંગે રંગાયેલું જાેવા મળી રહ્યું છે. આગામી સમયમાં ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

ભાજપ, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો હાલ યૂપીની ચૂંટણીમાં કાઢું કાઢવા માટે એડી ચોંટીનું જાેર લગાવી રહ્યું છે. ત્યારે આજે પીએમ મોદીએ યુપીના મેરઠમાં જાહેર સભાને સંબોધતા વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતાં. પીએમ મોદીએ કહ્યુંકે, પહેલાંની સરકારોએ અહીંના લોકો સાથે ગંદી રાજરમત રમી છે.

પહેલાં મેરઠમાં માફિયાઓનો ખેલ ચાલતો હતો. હવે યૂપીની યોગી સરકાર આવા તત્વો સાથે જેલ-જેલની રમત રમી રહી છે.
નવા વર્ષનો પહેલો રવિવાર યુપીના રાજકારણ માટે સુપર સન્ડે બની રહ્યો છે. પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર સ્વતંત્રતા સંગ્રામની ભૂમિ ઉત્તર પ્રદેશના મેરઠની મુલાકાતે પહોંત્યા હતાં.

જ્યાં વિશાળ જનસભાને સંબોધતી વખતે પીએમ મોદીએ અગાઉની સરકારોને આડેહાથ લીધી. મહત્ત્વનું છેકે, પીએમ મોદીએ આજે યુપીના મેરઠમાં સ્પોર્ટ્‌સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો. સ્પોટ્‌સ યુનિવર્સિટીનું નામ મેજર ધ્યાનચંદના નામે સમર્પિત કરવામાં આવે છે. મેજર ધ્યાનચંદના નામમાં પણ સંદેશ છે.

ધ્યાનચંદના નામે જાેડાયેલી આ યુનિવર્સિટીમાં ધ્યાનથી કામ કરતા લોકોને ખુબ સારી તક મળશે. યુપીની પહેલી સ્પોર્ટ્‌સ યુનિવર્સિટી છે. યુવાઓને રમતોથી જાેડાયેલી આંતરરાષ્ટ્રીય સુવિધાઓ અહીં મળી રહેશે. ઉલ્લેખનીય છેકે, ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવે તે પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મેરઠમાં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્‌સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો.

પીએમ મોદી સરધનાના સલવા ખાતે સ્પોર્ટ્‌સ યુનિવર્સિટીનો શિલાન્યાસ પણ કર્યો. અને ત્યારબાદ તેઓ એક મોટી રેલીને પણ સંબોધિત કરી. પીએમ મોદી શિલાન્યાસ કરતા પહેલા ઔઘડનાથ મંદિર અને શહીદ મડકમાં ૧૮૫૭ના અમર શહીદોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યુંકે, મેરઠ અમારી સંસ્કૃતિ અને સામર્થ્યનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે. રામાયણ અને મહાભારતકાળ પહેલાંની યાદો મેરઠ સાથે જાેડાયેલી છે.પહેલાની સરકારોએ અહીંના લોકો સાથે ગંદી રમત રમી છે. હવે યોગીજીની સરકાર આવા આરોપીઓ સાથે જેલ-જેલ રમે છે.

પહેલાં મેરઠની દિકરીઓ ઘરેથી બહાર નીકળતા ડરતી હતી. આજે દેશનું નામ રોશન કરે છે. પહેલાં મેરઠમાં માફિયા પોતાનો ખેલ ખેલતા હતા. અહીં અવૈધ કબ્જાે હાંસલ કરવાના મુકાબલા થતા હતા. પહેલાંની સરકારો પોતાનો રાજ રમત રમતી રહેતી હતી. તે સમયે ખેલાડીઓનું અપમાન અને અવગણના થતી હતી. હવે એવું નહીં થાય. હવે ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા મળી રહે અહીં તેવી વ્યવસ્થા કરાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.