Western Times News

Gujarati News

વન્‍યપ્રાણીના સંરક્ષણ હેતુસર ૮ ઓકટોબર સુધી વન્‍યપ્રાણી સપ્‍તાહ ઉજવાશે

રાજયમાં વન વિભાગ દ્વારા પ્રજામાં વન્‍યપ્રાણીના સંરક્ષણ અને સંવર્ધનમાં સક્રિય ભાગીદારીના ઉમદા હેતુસર દર વર્ષે રજી ઓકટોબર થી એક સપ્‍તાહ સુધી વન્‍યપ્રાણી સપ્‍તાહની ઉજવણી કરવામાં આવે છે. વન્‍યપ્રાણી સપ્‍તાહની ઉજવણી દ્વારા  પ્રજાના વિવિધ વર્ગાેમાં વન્‍યપ્રાણી વિશે જાગૃતિ કેળવવાના હેતુસર જિલ્લા કક્ષાના વન્‍યપ્રાણી સપ્‍તાહની ઉજવણી તા.૦૪-૧૦-૨૦૧૯ ના રોજ ૦૯.૩૦ કલાકે એન.આર.રાઉત સાર્વજનિક માધ્‍યમિક શાળા, નાનાપોંઢા, કપરાડા ખાતે રેલી તથા સભા રાખવામાં આવી છે.

વન અને આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરના વરદ હસ્‍તે વન્‍યપ્રાણી સપ્‍તાહની ઉજવણી રેલીનું પ્રસ્‍થાન લીલી ઝંડી આપી કરવામાં આવશે. આ સમારંભના મુખ્‍ય મહેમાન તરીકે સાંસદ ડો.કે.સી. પટેલ, પારડી ધારાસભ્‍ય કનુભાઇ દેસાઇ, વલસાડ ધારાસભ્‍ય ભરતભાઇ પટેલ, ધરમપુર ધારાસભ્‍ય અરવિંદભાઇ પટેલ અને કપરાડા ધારાસભ્‍ય જીતુભાઇ ચૌધરી હાજરી આપશે. તથા અતિથિ વિશેષ તરીકે મુખ્‍ય વન સંરક્ષક એમ.જે.પરમાર, જિલ્લા કલેક્‍ટર સી.આર.ખરસાણ, ગ્રામ સેવા સભા ધરમપુર પ્રમુખ માધુભાઇ રાઉત હાજરી આપશે. આ કાર્યક્રમમાં જાહેર જનતાને ઉપસ્‍થિત રહેવા નાયબ વન સંરક્ષક એચ.એસ.પટેલ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.