Western Times News

Gujarati News

ફિલિપાઈન્સ ભારત પાસે બ્રહ્મોસ ક્રૂઝ મિસાઈલ ખરીદશે

મનીલા, ભારતની તાકાત સામે ફરી એકવાર ચીનની ચાલાકી ઝાંખી પડી છે, દક્ષિણ ચીન સમુદ્રથી લદ્દાખ સુધી આંખો બતાવી રહેલી ચીની ડ્રેગનને તગડો ઝાટકો મળ્યો છે. ડ્રેગનની દાદગીરી સામે ઝઝુમી રહેલા દક્ષિણ પૂર્ણ એશિયાના દેશ ફિલિપાઈન્સે ભારત સાથે દુનિયાની સૌથી ઝડપી સુપરસોનિક એન્ટી શિપ ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસને ખરીદીવની ડીલ પાક્કી કરી છે.

આ આખી મિસાઈલ ડીલ લગભગ ૩૭ કરોડ ૪૦ લાખ ડૉલરની હશે. આ સંબંધમાં જલદી બન્ને દેશો વચ્ચે સમજૂતી પર હસ્તાક્ષર થશે. બ્રહ્મોસ મિસાઈલ માટે આ પહેલો વિદેશી ઓર્ડર છે. રોચક વાત એ છે કે ફિલિપાઈન્સ અમેરિકાનો સહયોગી દેશ છે, પરંતુ ચીન સામે સૈન્ય તૈયારી માટે તેણે ભારત-રશિયા દ્વારા મળીને બનાવેલી બ્રહ્મોસ મિસાઈલ પર વિશ્વાસ ઉતાર્યો છે.

માનવામાં આવી રહ્યું છે કે જલદી ચીનનો વધુ એક પાડોશી દેશ વિયતનામ પણ ભારત સાથે બ્રહ્મોસ મિસાઈલ સમજૂતિ કરી શકે છે. બન્ને દેશો વચ્ચે આ મિસાઈલ ડીલને લઈને વાતચીત ચાલી રહી છે. ઈન્ડોનેશિયા સહિત ઘણાં દેશો અને કેટલાક ખાડીના દેશોએ મિસાઈલ ખરીદવા માટે રસ દર્શાવ્યો છે.

બ્રહ્મોસ એરોસ્પેસ ભારત-રશિયાનું સંયુક્ત સાહસ છે અને આ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલોનું ઉત્પાદન કરે છે જેને પાણી, હવા કે જમીનથી દુશ્મન પર હુમલો કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. આ મિસાઈલ અવાજ કરતા લગભગ ત્રણ ગણી ગતિથી ઉડે છે. આ મિસાઈલ ૨૯૦ કિલોમીટરનું અંતર કાપીને વાર કરી શકે છે. પાછલા કેટલાક દિવસોમાં ફિલિપાઈન્સે પોતાની ફોર્સને મજબૂત કરવા માટે આધુનિકરણ માટે ઘણી સંરક્ષણ સમજૂતી કરી છે.

આ પહેલા રશિયા મિશનના ઉપ પ્રમુખ રોમન બાબુશ્કિને કહ્યું હતું કે ભારત અને રશિયા, ફિલિપાઈન્સ અને અન્ય ઘણાં દેશોને બ્રહ્મોસ મિસાઈલ નિકાસ કરવાની યોજના બનાવી રહ્યું છે. એક્સપર્ટનું માનવું છે કે આ ખરીદીથી ફિલિપાઈન્સ સાથે ભારતના સંબંધો આગળ વધશે.

ફિલિપાઈન્સ દક્ષિણ ચીન સમુદ્રમાં ચીન સાથે લાંબા સમયથી ચાલ્યા આવતા વિવાદના કારણે પોતાની નેવીને વધારે મજબૂત બનાવવા માગે છે. હોંગકોંગથી પ્રકાશિત થતા અખબાર સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે એક્સપર્ટને ટાંકીને કહ્યું છે કે, ફિલિપાઈન્સની દુનિયાની સૌથી ઝડપી સુપરસોનિક મિસાઈલ લેવાના ર્નિણયથી તેમની સેનાની તાકાત વધી જશે. આ મિસાઈલ દ્વારા ફિલિપાઈન્સ પોતાના ટાપુઓની રક્ષા કરી શકશે. ફિલિપાઈન્સનો ચીન સાથે સાઉથ ચાઈના સીમાં અધિકારોને લઈને વિવાદ ચાલી રહ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.