Western Times News

Gujarati News

ભારતે રશિયા સાથે અરબી સમુદ્રમાં તાકાત બતાવી,આઇએનએસ કોચીનું પરીક્ષણ કર્યુ

નવીદિલ્હી, ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો કરતા સ્વદેશી રીતે તૈયાર કરાયેલ ‘ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર’ આઇએનએસ કોચીનું આજે અરબી સમુદ્રમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. રક્ષા મંત્રલાયે રવિવારે માહિતી આપી હતી કે ભારતીય નૌસેનાએ અરબી સમુદ્રમાં રશિયન નૌકાદળ સાથે આઇએનએસ કોચી અભ્યાસ કર્યો હતો. આ પહેલીવાર છે જયારે ભારતીય નૌકાદળે સ્વેદશી ડિઝાઇન અને નિર્મિત મિસાઇલ વિનાશકનું પરીક્ષણ કર્યુ છે.

સંરક્ષણ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ કવાયત બે નૌકાદળ વચ્ચેની તાલમેલ દર્શાવે છે અને તેમાં વ્યૂહાત્મક દાવપેચ, ક્રોસ-ડેક હેલિકોપ્ટર ઓપરેશન્સ અને સીમેશશિપ પ્રવૃતિઓનો સમાવેશ થાય છે. જણાવી દઇએ કે ભૂતકાળમાં નૌકાદળના ત્રણ જહાજાે કેરળના કોચી કિનારે બે દિવસીય સદભાવના મુલાકાતે પહોંચ્યા હતા. ભારતીય નૌકાદળે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મુલાકાત દરમિયાન રશિયન નેવી અને ભારતીય નૌકાદળ વચ્ચે વિવિધ વ્યાવસાયિક ચર્ચાઓનું આયોજન છે.

ભારત દ્વારા બનાવવામાં આવેલા આ મિસાઇલ ડિસ્ટ્રોયર ૧૬૪ મીટર લાંબુ અને લગભગ૧૭ મીટર પહોળું છે. તેની લોડ ક્ષમતા પણ ૭૫૦૦ ટન છે જે ઘણી સારી માનવામાં આવે છે. આ જહાજમાં કલેકિટવ ગેસ એન્ડ ગેસ એકટયુએટર સિસ્ટમ છે, જે ચાર ગેસ ટર્બાઇન સાથે ફીટ છે અને તે ત્રીસ નોટથી વધુની ઝડપ હાંસલ કરી શકે છે.

જહાજની વિદ્યુત શકિત ચાર ગેસ ટર્બાઇન જનરેટર અને ડીઝલ અલ્ટરનેટરમાંથી મેળવવામાં આવે છે. બંને સિસ્ટમો ૪.૫ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવામાં સક્ષમ છે. આ યુદ્‌ઘ જહાજની વિશેષતા એ છે કે તે ૪૦ અધિકારીઓ અને ૩૫૦ ખલાસીઓને લઇ જઇ શકે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.