Western Times News

Gujarati News

૪૦ નવા અરબપતિ, વર્ષમાં ગરીબોની સંખ્યા બમણી થઈ

નવી દિલ્હી, કોરોના મહામારીના સંકટકાળમાં જ્યાં એક તરફ ભારતમાં અરબપતિઓની સંખ્યામાં નફો થયો છે, ત્યાં બીજી તરફ ગરીબી પણ ઝડપથી વધતી જઈ રહી છે.

ઑક્સફેમ ઈન્ડિયાની રિપોર્ટ અનુસાર દેશમાં ગયા વર્ષે ગરીબોની સંખ્યા બેગણી થઈ ગઈ છે જ્યારે દેશમાં ૪૦ નવા અરબપતિ બન્યા છે. આ દરમિયાન ભારત અરબપતિઓની સંખ્યાના મામલે દુનિયાના કેટલાક દેશોથી આગળ નીકળી ચૂક્યો છે. દેશના અરબપતિઓમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં ગયા વર્ષે જાેરદાર નફો નોંધાયો.

બિલિયનેયર્સ ઈન્ડેક્સ પર નજર નાખીએ તો દુનિયાના ૫૦૦ સૌથી વધારે અમીર લોકોએ ગયા વર્ષે પોતાની નેટ વર્થમાં ૧ ટ્રિલિયન ડોલરથી વધારેની વૃદ્ધિ નોંધી છે. ઓક્સફેમે કહ્યુ કે ભારત જ્યાં શહેરી બેરોજગારી ગયા મે માં ૧૫ ટકા સુધી વધી ગઈ હતી અને ખાદ્ય અસુરક્ષા ખરાબ થઈ ગઈ હતી. હવે ફ્રાંસ, સ્વીડન અને સ્વિટઝરલેન્ડની તુલનામાં અધિક અરબપતિ વાળો દેશ બની ચૂક્યો છે.

રિપોર્ટ અનુસાર, કોરોના મહામારીથી દુનિયા પરેશાન છે અને હવે ઓમિક્રોન વેરિઅન્ટે ફરીથી ચિંતાના વાદળ ઉભા કરી દીધા છે. રિપોર્ટમાં જણાવાયુ છે કે કોરોના કાળમાં વધુ એક જ્યાં ગરીબોની સામે ખાવાનુ સંકટ પેદા થઈ ગયુ છે પરંતુ ત્યાં અમીર લોકોની સંપત્તિમાં જાેરદાર નફો થયો છે. કોરોના કાળમાં ભારતીય અરબપતિઓની કુલ સંપત્તિ બેગણી થઈ ગઈ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.